Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

ચેક બાઉન્સના કેસમાં સજા અને વળતરનો હુકમ રદ કરી આરોપીને છોડી મુકવા હુકમ

ઙ્ગરાજકોટ તા. ૧૧: ચેક બાઉન્સમાં કેસમાં સજા અને વળતરનો હુકમ રદ કરતો સેશન્સ  કોેેર્ટે મહત્વ નો ચુકાદો  આપેલ હતો.

આ કેસની વિગત એવી છે કે ફરીયાદી સૈફુદીન  બીસ્કીટવાલા દ્વારા તહેરઅલી હાતીમઅલી વિરુધ્ધ એવા મતલબની ફરીયાદ દાખલ કરેલ કે સને-૨૦૦૫ની સાલમાં તેણે પરત કરવા ચેક આપેલો જે વટાવાયા વગર પરત આવેલ હોય આરોપીએ ધી નેગોશીએબલ ઈન્સ્ટુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબ સજાને પાત્ર ગુનો કરેલ છે. જે કેસ ચાલી જતા રાજકોટના  ૬ઠા અધિક ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ દ્વારા આરોપી તાહેરઆલી હાતીમઅલીને તકસીરવાન ઠરાવી છ માસની સાદી કેદની સજા તથા ફરીયાદીને રૂ. ૪,૦૦,૦૦૦/-નુ વળતર ચુકવી આપવાનો હુકમ ફરમાવેલ.

આ સામે તાહેરઅલી હાતીમઅલી દ્વારા સેશન્સ કોર્ટમાં અપીલ કરેલ. આરોપી  અપીલન્ટ તરફે કરવામાં આવેલ દલીલો સાથે સહમત  થતા રાજકોટના અધિક સેશન્સ જજશ્રી એચ.એ. બ્રહ્મભટ્ટ દ્વારા આરોપી અપીલઅન્ટ તાહેરઅલી  હાતીમઅલીને નીચેની અદાલત દ્વારા  કરવામાં આવેલ છ માસની સજા અને રૂ. ૪,૦૦,૦૦૦/- વળતર ચુકવવાનો હુકમ રદ કરી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો ફરમાવેલ છે.

તાહેરઅલી હાતીમઅલી તરફે વકીલ તરીકે એમ.કે. પાલ, અરૂણ એમ. પાલ , જી.આર. પરમાર , શૈલેન્દ્ર એમ. મહેતા  અને કલ્પેશ બી. ત્રીવેદી રોકાયેલા હતા.

(3:54 pm IST)