Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

જસદણના ગુનામાં ૧૪ વર્ષથી નાસતા ફરતા આરોપીની ધરપકડ થતાં કોર્ટ દ્વારા જામીન મંજુર

રાજકોટ, તા., ૧૧: જસદણ ખાતે જસદણ પો.સ્ટે.માં તા.૧૩-ર-ર૦૦રના રોજ  ઇ.પી.કો.કલમ ૪ર૦ તેમજ ૧૧૪ મુજબની ઠગાઇની ફરીયાદ નોંધવામાં આવેલ હતી અને જે સબબ પોલીસ દ્વારા આરોપી રમેશ  જેનીયો રાણસીંગભાઇ ભાંભોરની ધરપકડ કરવામાં આવેલ હતી અને રીમાન્ડની માંગણી મંજુર થતા રીમાન્ડ દરમિયાન આરોપી નાસી ગયેલ હતો અને આશરે ૧૪ વર્ષ બાદ આરોપીની ધરપકડ કરી જેલ હવાલે મોકલી દેવામાં આવેલ હતો. દરમિયાન આ કેસના આરોપીઓએ જામીન મુકત થવા અરજી કરતા અદાલતે જામીન અરજી મંજુર કરી હતી.

આશરે ૧૪ વર્ષ જેટલા સમયગાળા બાદ આરોપીની અટક થતા તેને જસદણના જયુ. મેજી. સમક્ષ રજુ કરતા આરોપીને કસ્ટડીમાં લઇ જેલ હવાલે મોકલી આપવામાં આવેલ હતો. ત્યાર બાદ આરોપીઓએ પોતાના એડવોકેટ મારફત જામીન મુકત થવા રાજકોટની સેસન્સ કોર્ટમાં અરજી કરેલ હતી. જે અન્વયે આરોપીઓ વતી રોકાયેલ એડવોકેટએ કરેલ દલીલ તેમજ જામીન અરજી સંદર્ભે હાઇકોેર્ટે તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાનમાં રાખી સેસન્સ કોર્ટ દ્વારા આરોપીઓને જામીન મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો. આ કામે આરોપી વતી રાજકોટના એડવોકેટ રણજીત એમ.પટગીર તેમજ જસદણના એડવોકેટ સાહિસ્તાબેન એસ.ખોખર રોકાયેલ હતા.

(3:54 pm IST)