Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

ફાઇનાન્સરના ભાઇ સામે ૩૦ લાખનો ચેક પાછો ફરતા કોર્ટમાં થયેલ ફરીયાદ

રાજકોટ તા. ૧૧: પ્રથમ રાજકોટમાં રહેતા અને હાલ સુરત મુકામે સીફટ થયેલ ધીમનભાઇ ગણેશભાઇ સગપરીયા જેઓએ રાજકોટમાં ભકિતનગર સોસાયટીમાં રહેતા ફરીયાદી દિવ્યેશ મગનભાઇ રૂ.૩૦,૦૦,૦૦૦/- ચુકવવા ઈસ્યુ કરી આપેલ ચેક રીટર્ન થતા ફરીયાદીએ ધિમન સગપરિયા રાજકોટની અદાલતમાં ફરીયાદ દાખલ કરતા રાજકોટના મહે. એડી ચીફ જ્યુડી . મેજીએ આરોપીને અદાલતમાં હાજર રહેવા સમન્સ ઈસ્યુ કરતો હુકમ ફરમાવેલ છ.

આ કેસની હકીકત જોઇએ તો, રાજકોટમાં ભકિતનગર સોસાયટીમાં રહેતા દિવ્યેશ મગનભાઇ કાકડીયાએ સુરતમાં સીટી લાઇટ વિસ્તારમાં રહેતા ધીમનભાઇ ગણેશભાઇ સગપરીયા વીરુધ્ધ એ મતલબની ફરીયાદ અદાલતમાં દાખલ કરેલ કે ફરીયાદી સી.આઇ. કાસ્ટીંગનો તથા ખેતીનો ધંધો કરતા હોય જે ફાઇનાન્સના  ધંધામાં મોટી ડિપોઝીટોની આવશ્યકતા રહેતી હોવાથી આરોપી તથા તેના પિતા ગણેશભાઇ સગપરિયા દ્વારા  રાજકોટ શહેરમાંથી અનેક લોકો પાસેથી કરોડોની ડીપોઝીટ  એકત્રીત કરેલ હોય જેમા ફરીયાદી પાસેથી રકમ રૂ. ૧,૫૭,૫૦,૦૦૦/- કટકે કટકે આરોપીએ રકમ લીધેલ જેમાંથી ફરીયાદીને તાત્કાલીક રકમ રૂ. ૩૦,૦૦,૦૦૦/- ની આવશ્યકતા ઉભી થતા તે રકમની આરોપી પાસે માંગણી કરતા સદર રકમ ચુકવવા આરોપીએ તેની બંેકનો ફરીયાદી જોગનો ચેક લખી આપી સહી કરી આપી ચેક ઈસ્યુ કરી આપતી વખતે એવા વચન, વિશ્વાસ અને ખાત્રી  આપેલ કે સદર ચેક તમારા બેંક ખાતામા રજુ રાખશો એટલે ચેક સ્વીકારાય જશે પરત ફરશે નહી અને  ચેક માહેનુ પાર્ટ પેમેન્ટ તમોને પરત મળી જશે તેવા ભરોષે  ફરીયાદીએ ચેક તેના બેંક ખાતામા રજુ રાખતા ચેક પાસ થવાના બદલે એકાઉન્ટ  બ્લોકના  શેરા સાથે ચેક પરત ફરતા આરોપીને  તે સંબંધે જાણ કરવા છતા રકમ અદા ન કરતા  ડીમાન્ડ નોટીસ પાઠવેલ છતા ફરીયાદીની ચેક માંહેની રકમ અદા ન કરતા ફરીયાદીએ અદાલતમાં દસ્તાવેજી પુરાવા સાથે ફરીયાદ દાખલ કરી રજુઆત કરેલ કે ફરીયાદી માંહેની હકીકતો તથા રજુ રાખેલ દસ્તાવેજી પુરાવાની હકીકતો લક્ષે લેતા આરોપી વિરુધ્ધ પ્રોસેસ ઈસ્યુ કરવા માટે પ્રથમ દર્શનીય કેસ હોય જ રજુઆતો લક્ષે લઇ રાજકોટના મહે. એડી. ચીફ જ્યુડી મેજી.એ આરોપી ધીમન સગપરીયા વીરુધ્ધ અદાલતમાં હાજર થવા સમન્સો ઈસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ હતો.

ઉપરોકત કામમાં ફરીયાદી દિવ્યેશ કાકડીયા વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા રોકાયેલ હતા.

(3:54 pm IST)