Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

નાગેશ્વર બસ સ્ટોપ પાસેના દારૂના ગુનામાં આરોપીની આગોતરા જામીન અરજી નામંજુર

રાજકોટ,તા.૧૧: અત્રે નાગેશ્વર સોસાયટીના બસ સ્ટોપ પર પકડાયેલ દારૂના ગુન્હામાં પકડાયેલ આરોપી ઇમ્તીયાઝ રાઉમા કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.

 આ બનાવ અંગે ડી.સી.બી.ના હેડ કોન્સ. બી.કે. જાડેજાએ ફરીયાદ નોંધાવી હતી. ફરિયાદની વિગતમાં જાણવ્યા પ્રમાણે તારીખ ૨૧/૧/૨૦૨૦ના ૪:૦૦ કલાકે જામનગર રોડના નાગેશ્વર સોસાયટીના બસ સ્ટોપ પાસે મહિન્દ્રા બોલેરો કારમાંથી આર્થિક નફાના હેતુ માટે આરોપીના કબ્જામાંથી પાર્ટી સ્પેશ્યલ ડિલકસ વ્હીસ્કીની બોટલો નંગ કુલ ૧,૦૮૦, જેની કિંમત રૂ.૩,૨૪,૦૦૦/- બોલેરા કાર જેની કિંમત ૫,૦૦,૦૦૦/- ઓપો કંપનીનો મોબાઇલ રૂ.૮,૦૦૦/- કુલ કિંમત રૂ.૮,૩૨,૦૦૦/ ના મુદ્દામાલ સાથે ડિ.સી.બી. પોલીસ સ્ટેશને પકડી કરેલ.

ત્યારબાદ નાસતો ફરતો આરોપી લાલો ઉર્ફે ઇમ્તીયાઝ ભીખુભાઇ રાઉમાએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલ જે સેશન્સ જજે આરોપી પક્ષની દલીલ સાંભળી તથા સરકાર પક્ષે એપીપીની દલીલ મુજબ બનાવવામાં આરોપીના આ અગાઉ પણ ૪ ગુન્હા છે, કુલ મુદ્દામાલ કિંમત રૂ.૮,૩૨,૦૦૦/- હોય જે સમાજને આવા ગુન્હેગારો ખરાબ કરે છે. જેથી આરોપીને જામીન આપી શકાય નહીં. તેવી દલીલ કરતા સેશન્સ કોર્ટે માન્ય રાખી આગોતરા જામીન રદ કરતો હુકમ કરેલ હતો. આ કાર્ય સરકાર પક્ષે એપીપી સમીર એમ.ખીરા રોકાયેલ હતા.

(3:53 pm IST)