Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

સડક પીપળીયા પાસે 'હિટ એન્ડ રન'માં અજાણ્યા વાહને ઠોકર મારતા શાહનવાઝનું મોત

રાજકોટ તા. ૧૧ : ગોંડલના સડક પીપળીયા પાસે 'હીટ એન્ડ રન'ની ઘટનામાં અજાણ્યા વાહનના ચાલકે અમરેલીના યુવાનને ઠોકર મારતા તેનું મોત નિપજતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ અમરેલીમાં મીની કરબા શેરી નં. ૧માં રહેતા શાહનવાઝભાઇ અફઝલભાઇ બ્લોચ (ઉ.વ.૩૧) ગઇકાલે ગોંડલના સડક પીપળીયા ગામ પાસે ચાલીને જતા હતા ત્યારે કોઇ અજાણ્યા વાહનના ચાલકે તેને ઠોકર મારતા શાહનવાઝભાઇ ફંગોળાઇ ગયા હતા. બનાવ બનતા ચાલક વાહન લઇને ભાગી ગયો હતો. બાદ શાહનવાઝભાઇને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ. જે.વી.વાળાએ તપાસ હાથ ધરી છે.

(3:53 pm IST)