Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

દેશી-વિદેશી દારૂની ડ્રાઇવ : દારૂની ૬૪ બોટલ સાથે એક, દેશી સાથે ચાર શખ્સો પકડાયા

રાજકોટ તા. ૧૧ : શહેર પોલીસે અલગ-અલગ વિસ્તારોમાં દેશી અને વિદેશી દારૂ અંગેની ડ્રાઇવ યોજી હતી. જેમાં દેશી દારૂ સાથે ચાર તથા કારમાંથી વિદેશી દારૂની ૬૪ બોટલ સાથે એકને અને દારૂ પી વાહન હંકારતા એક શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ એન.એન.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. વાય.એમ.જાડેજા તથા દેવાભાઇ ધરજીયા સહિતે સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરીયા શેરી નં. ૯માં કનેરીયા ઓઇલ મીલવાળી શેરીમાં રાણી ઓઇલ મીલના બગીચા પાસે દરોડો પાડી જીજે૧આરઆર-૧૪૪૨ નંબરની ફ્રન્ટી કારમાંથી રૂ. ૨૫૬૦૦ની કિંમતની દારૂની ૬૪ બોટલ સાથે આશિષ ઉર્ફે આશિયો નાનજીભાઇ ભટ્ટી (ઉ.વ.૨૬) (રહે. નવલનગર, શેરી નં. ૯ મવડી રોડ)ને પકડી લીધો હતો.

દેશી દારૂના ચાર દરોડા

એ-ડીવીઝન પોલીસે લોહાનગરમાંથી રૂ. ૬૦ના દેશી દારૂ સાથે અમીત ભરતભાઇ ગુજરાતી (ઉ.વ.૨૮)ને માલવીયાનગર પોલીસે રૂ. ૨૬૦ના દેશી દારૂ સાથે મુકેશ કેશભાઇ પંચાલ (ઉ.વ.૪૫) (રહે. દેવનગર શેરી નં. ૨ નાના મવા રોડ)ને ગાંધીગ્રામ પોલીસે જામનગર રોડ, ઘંટેશ્વર ૨૫ વારીયા મફતીયા પરામાંથી રૂ. ૮૦ના દેશી દારૂ સાથે સુમીત્રાબા દિલીપસિંહ રાઠોડ (ઉ.વ.૩૫) (રહે. ઘંટેશ્વર ૨૫ વારીયામાં)ને યુનિવર્સિટી પોલીસે રૈયાધાર મફતીયાપરા પાણીના ટાંકા પાસેથી રૂ. ૨૦૦ના દેશી દારૂ સાથે મીના ચંદુભાઇ લુણાશીયા (ઉ.વ.૪૫) (રહે. રૈયાધાર મફતીયાપરા)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

જ્યારે એ-ડીવીઝન પોલીસે વાહન ચેકીંગ દરમિયાન રેસકોર્ષ રીંગ રોડ મગનલાલ આઇસ્ક્રીમની દુકાન સામેથી દારૂ પી જીજે૩એફપી-૨૯૨૨ નંબરનું બાઇક લઇને નિકળેલા દિપ ભાવેશભાઇ લાઠીયા (ઉ.વ.૨૩) (રહે. ન્યુ જાગનાથ ૪૧ માનસ એપાર્ટમેન્ટ)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

રસુલપરામાંથી હદપારી ઝડપાયો

તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એન.ડી.ડામોર સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે રાજકોટ, મોરબી, જામનગર અને સુરેન્દ્રનગરમાંથી હદપાર કરાયેલા સાજીદ હયાતખાન બ્લોચ (ઉ.વ.૩૨) (રહે. રસુલપરા મફતીયાપરા)ને રસુલપરા હુસેની ચોક પાસેથી પકડી લીધો હતો.

(3:52 pm IST)