Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

રાજ બેંકના પટ્ટાવાળા સામે ચેક પાછો ફરતાં કોર્ટમાં થયેલ ફોજદારી ફરિયાદ

રાજકોટ તા. ૧૧: રાજ બેંકના પટાવાળા ઉપર રાજકોટ કોર્ટમાં ચેક રીર્ટનની થયેલ ફરીયાદના સંદર્ભે કોર્ટે સમન્સ કાઢવાનો હુકમ કર્યો હતો.

આ કેસની હકીકત એવી છે કે ફરીયાદી મહેશભાઇ સામજીભાઇ ડાવરા, રહે. રાજકોટમાં રહી અને જેતપુર મુકામે કોન્ટ્રાકટર/કન્ટ્રકશનનું કામકાજ કરે છે અને તમો તહોમતદાર પરેશભાઇ ચુનિભાઇ અઘેરા રાજ બેંક જેતપુર શાખામાં પટ્ટાવાળા તરીકે નોકરી કરે છે. જેથી મહેશભાઇ સામજીભાઇ તથા પરેશભાઇ ચુનિભાઇ અઘેરા એક બીજાને સારી રીતે ઓળખીયે છીએ. અત્યારે થોડાક સમયથી ફરીયાદી રાજકોટ મુકામે રહેવા આવી ગયેલા હોય, એકબીજાને ઓળખતા હોવાથી તમોએ મકાનની લોન ભરપાઇ કરવા માટે રૂપિયાની જરૂરીયાત હોવાથી અમો ફરીયાદી પાસેથી લોન ભરપાઇ કરવા પરેશભાઇ ચુનિભાઇ અઘેરાએ રૂપિયા માંગેલ જેથી અમોએ રૂપિયા ૩,પ૦,૦૦૦/- અંકે રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર પુરા અમારા ધંધામાંથી તથા રહેલ બચતમાંથી હાથ ઉછીના આપેલ.  ફરીયાદીએ રકમની માંગણી કરતા આરોપીએ ફરીયઇાદીને રોકડા આપવાના બદલે ધી કો ઓપરેટીવ બેંક અફ રાજકોટ લી. કણકીયા પ્લોટ, જેતપુર શાખાનો ચેક આપેલ ચેક બેન્કમાં રજુ કરતા ચેક રિટર્ન થયેલ હતો.

ત્યારબાદ ફરીયાદીએ કાયદા મુજબની નોટીસ મોકલાવેલ પરંતુ નોટીસ બજી ગયેલ હોવા છતા નોટીસનો જવાબ મોકલેલ નથી કે લીધેલ રકમ ચુકવેલ નથી કે ચુકવવાની દરકાર પણ કરેલ નથી. જેથી ફરીયાદી મહેશભાઇ સામજીભાઇ ડાવરાએ કોર્ટમાં સદરહું ચેક રીર્ટન અંગેની આરોપી પરેશભાઇ ચુનિભાઇ અઘેરા સામે નેગોશ્યબલ એકટ મુજબની ફરીયાદ કરેલ છે. આ ફરીયાદના અનુસંધાને અદાલતે ફરીયાદ રજીસ્ટરે લઇ આરોપી પરેશભાઇ ચુનિભાઇ અઘેરા સામે સમન્સ ઇશ્યુ કરવાનો હુકમ કરેલ છે.

આ કામમાં ફરીયાદી મહેશભાઇ સામજીભાઇ ડાવરા વતી રાજકોટના એડવોકેટ રાકેશ ટી. કોઠીયા, નમીતા આર. કોઠીયા, નિરાંત ગોસ્વામી રોકાયેલા છે.

(3:51 pm IST)