Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

કાલાવડ રોડ પર નવા બનતા બિલ્ડીંગના બીજા માળેથી પડી જતા દિપકનું મોત

રાજકોટ તા. ૧૧ : કાલાવડ રોડ પર સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે નવા બનતા બિલ્ડીંગના બીજા માળેથી પડી જતા યુપીના યુવાનનું મોત નિપજ્યું હતું.

મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે સુવર્ણ ભૂમિ કન્સ્ટ્રકશનની ઓરડીમાં રહેતો દિપક રામ અવતાર (ઉ.વ.૨૩) ગઇકાલે સુવર્ણ ભૂમિની સાઇડ પર નવા બનતા બિલ્ડીંગના બીજા માળે સેન્ટ્રીંગનું કામ કરતો હતો ત્યારે અકસ્માતે પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થતા તાકીદે સારવાર માટે દોશી હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃતક દિપક અપરણીત હતો.

આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના એએસઆઇ આર.બી.જાડેજા અને પૃથ્વીરાજસિંહએ કાર્યવાહી કરી હતી.

(3:51 pm IST)