Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

૧૯મીએ કોર્પો.ના ૨૧.૩૨ અબજના બજેટને જન. બોર્ડમાં બહાલી અપાશે

ખાનગી શાળા-પબ્લિક કંપનીઓના વેરા દર ઘટાડા સહિતની કર દરખાસ્તોઓને અપાશે મંજુરીઃ એજન્ડા પ્રસિધ્ધ કરતાં મેયર બીનાબેન આચાર્ય માત્ર બજેટ સંદર્ભની જ ચર્ચા થશે

રાજકોટ,તા.૧૧: આગામી તા.૧૯ને બુધવારે સવારે ૧૧ વાગ્યે મ્યુ. કોપોરેશનનાં વર્ષે ૨૦૨૦-૨૧નાં ૨૧.૩૨ અબજના બજેને બહાલી આપવા માટે મેયર બીનાબેન આચાર્યએ જનરલ બોર્ડની બેઠક બોલાવી છે. જેમાં ખાનગી શાળાઓ-પબ્લિક કંપનીઓનાં વેરાદરમાં ઘટાડા સહિતની કર દરખાસ્તોને મંજુરી અપાશે.

૧૯મીએ મળનાર બોર્ડમાં માત્રને માત્ર બજેટની કરવેરા દરખાસ્તો અંગે ચર્ચાઓ થશે.  આ અંગે સત્ત્।ાવાર પ્રાપ્ત માહિતી મુજબ મેયરશ્રીએ પ્રસિધ્ધ કરાવેલા એજન્ડામાંઙ્ગ રાજકોટ મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ ર૦૧૯-૨૦ નું રીવાઇઝડ અંદાજપત્ર તેમજ નાણાંકીય વર્ષ ર૦૨૦-ર૧ નું વાર્ષિક અંદાજપત્ર મંજૂર કરવા, આગામી નાણાંકીય વર્ષ ર૦૨૦-ર૧ માટે સામાન્ય કર અને શિક્ષણ ઉપકર નિયત કરવા, આગામી નાણાંકીય વર્ષ ર૦૨૦-ર૧ માટે પાણી દર નિયત કરવા, આગામી નાણાંકીય વર્ષ ર૦૨૦-૨૧ માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ નિયત કરવા, આગામી નાણાંકીય વર્ષ ર૦૨૦-૨૧ માટે વાહન કર નિયત કરવા, આગામી નાણાકીય વર્ષ ર૦૨૦-૨૧માટે થિયેટર ટેક્ષ નિયત કરવા, આગામી નાણાંકીય વર્ષ ર૦૨૦-૨૧ માટે થિયેટર ટેક્ષ નિયત કરવા, આગામી નાણાકીય વર્ષ ર૦૨૦-૨૧ માટે ખુલ્લા પ્લોટ ઉપરનો ટેક્ષ નિયત કરવા, આગામી નાણાંકીય વર્ષ ર૦૨૦-૨૧ માટે વોટર ટેક્ષ નિયત કરવા, આગામી નાણાંકીય વર્ષ ર૦૨૦-૨૧ માટે કન્ઝર્વન્સી ટેક્ષ નિયત કરવા, આગામી નાણાકીય વર્ષ ર૦૨૦-૨૧ માટે ડ્રેનેજ ટેક્ષ નિયત કરવા, મિલકત વેરામાં વળતર યોજના, ઓનલાઇન પેમેન્ટમાં વળતર આપવા, કાર્પેટ એરીયા આધારીત વેરા-પધ્ધતીના નિયમોમાં ફેરફાર કરવા, નગર પ્રાથમિક સમિતિનું નાણાકીય વર્ષ ર૦૨૦-૨૧નું વાર્ષિક અંદાજપત્ર મંજૂરઙ્ગ સહિતની દરખાસ્તોનો સમાવેશ કરાયો છે.

ખાનગી શાળાનાં દર વધારા મુદ્દે વિરોધ કરશે વિપક્ષ

નોંધનીય છે કે તગડી ફી વસુલતી ખાનગી શાળાઓને વેરાદરમાં ઘટાડાની લ્હાણી શાશકો દ્વારા થઇ છે. તે અયોગ્ય છે. તેવા આક્ષેપો સાથે વિપક્ષ કોંગ્રેસ દ્વારા આ દર ઘટાડાની દરખાસ્તનો વિરોધ અગાઉ કરાયો હતો. ત્યારે હવે જનરલ બોર્ડમાં પણ વિપક્ષ આ મુદ્દે નવા જુની કરે તેવી સંભાવના  છે.

(3:11 pm IST)