Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

અરફાના કાઝીને પતિ-સાસરિયાનો ત્રાસ

હાલ જામનગર રોડ હુડકોમાં રહેતી પરિણીતાની મહિલા પોલીસ મથકમાં પતિ સહિત ૮ વિરૂધ્ધ ફરિયાદ

રાજકોટ તા. ૧૧: જામનગર રોડ હુડકોમાં રહેતી પરિણીતાને જંગલેશ્વર-જામનગર રહેતાં પતિ-સાસરિયાએ નાની-નાની વાતે, ઘરકામ બાબતે અને દહેજ માટે ત્રાસ આપી કાઢી મુકયાની ફરિયાદ નોંધાઇ છે.

 

મહિલા પોલીસે આ બારામાં હાલ જામનગર રોડ સાંઢીયા પુલ પાસે હુડકો કવાર્ટર શેરી નં. ૧માં રહેતી અરફાના આફતાબ કાઝી (ઉ.૨૫)ની ફરિયાદ પરથી જંગલેશ્વર શેરી નં. ૫માં રહેતાં પતિ આફતાબ, સાસુ નુરજહાં અયુબભાઇ કાઝી, જેઠ ઇમરાન અયુબભાઇ, જેઠાણી સાહિસ્તાબેન, જામનગર રહેતાં જેઠ મહમદ અયુબભાઇ, જેઠાણી સિમતોનબેન, જેઠ હુશેન અયુબભાઇ, જેઠાણી ખતીજાબેન સામે ગુનો નોંધ્યો છે.

અફરાનાએ ફરિયાદમાં જણાવ્યું છે કે મારા લગ્ન પાંચ વર્ષ પહેલા થયા છે. પતિ આફતાબ જથ્થાબંધ માછલીનો ધંધો કરે છે. સંતાનમાં મારે ચાર વર્ષનો દિકરો છે. લગન પછી અમે બધા સાથે રહેતાં હતાં. દોઢેક વર્ષ બધુ બરાબર ચાલ્યું હતું. પરંતુ એ પછી પતિ-સાસરિયા એકબીજાને ચઢામણી કરી હેરાન કરવા માંડતા અને ઘરમાંથી કાઢી મુકતાં હું ચાર મહિના માવતરે રહી હતી. એ પછી ફરીથી મને તેડી ગયા હતાં. ત્યારબાદ ફરી ત્રાસ શરૂ થઇ ગયો હતો. નાની નાની વાતે ગાળાગાળી અને મારામારી કરી લેેતાં હતા. કામકાજ બાબતે સતત ઝઘડા કરતાં હતાં અને વધુ દહેજ લઇ આવવાનું કહીને પણ હેરાન કરતાં હતાં. છેલ્લે ફરીથી મને કાઢી મુકી હતી.

એએસઆઇ કંચનબેન આર. કુંભારવાડીયાએ ગુનો નોંધી ઉપરોકત ફરિયાદના આરોપો અંગે તપાસ શરૂ કરી છે.

(1:03 pm IST)