Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ભ્રષ્ટાચાર બંધ કરાવોઃ એનએસયુઆઇ

પરીક્ષા ચોરી અટકાવવા નિવૃત આર્મીમેનની ઓબ્જર્વર તરીકે નિમણુક કરાઇ છેે તો શું યુનિવર્સીટીના પ્રોફેસરો ઉપર ભરોસો નથી ?

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના માર્ચ તબકકાની શરૂ થતી પરીક્ષાઓમાં પરીક્ષા ચોરી અટકાવવા માટે નિવૃત આર્મીમેનને ઓબ્જર્વર તરીકેનું કામ પરીક્ષા વિભાગ દ્વારા આવતા તેનો એન.એસ.યુ.આઇ દ્વારા સખત શબ્દોમાં વિરોધ કરી ઉપકુલપતિશ્રીને કરવામાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.  જેમાં જણાવાયુ છે કે  ચોરી અટકાવવા માટે અટકાવવા માટે એકસ આર્મીમેનની ઓજ્જર્વર તરીકેની કામગીરીથી વિદ્યાર્થીઓમાં ભયની લાગણી વ્યાપી ગઈ છે. કારણ કે વિધાર્થીઓ દ્વારા કોઈપણ કોલેજમાં દાદાગીરી અથવા હથીયારો લઈને પરીક્ષા આપવા ન જતા હોય, પણ ચોરી રોકવાના બહાને આવા મનદ્યડત નિયમોથી વિધાર્થીઓમાં એક રોષની લાગણી જોવા મળી રહી છે. તો આપશ્રીને વિનંતી છે ક સૌ.યુનિ, પરીક્ષાનું હાર્ટ ગણાતુ એટલે કે, સૌ.યુનિ. પરીક્ષા વિભાગ જયાં વારંવાર પેપરો ફૂટવાના બનાવો સામે આવ્યાં છે. ત્યાં કડક અમલ શરૂ કરવો જોઈએ.

   સૌ. યુનિ. દ્વારા ઓનલાઈન કેમેરા તેમજ તેનું મોનીટરીંગ કરતો માટે કરોડો રૂ.ના ખર્ચે લાઈવ પરીક્ષા ઓબ્જર્વરવેશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છું. એમ છતાં સૌ.યુ.માન્ય પ્રોફેસરોને ઓર્બ્જવર તરીકેની કામગીરી સોંપાય છે તો હનો અર્ધ એવો થાય કે  યુનિવર્સિટીના પ્રોફેસરો ઉપર શું ભરોસો નથી. 

  આ કાર્યક્રમને સફળ બનાવવા આદિત્યસિંહ ગોહિલ, હરપાલસિંહ જાડેજા, મુકુંદ ટાંકે, નરેન્દ્ર સોલંકી (નિલુ,), ભાવેશભાઈ, રવિ જીતીયા, દિગ્પાલસિંહ જાડેજા, માધવ- આહિર,નિલરાજ ખાચર, હરવિજયસિંહ વાળા, માનથંન પટેલ, ભવ્ય પટેલ, કર્મદિપડ જાડેજા, મોહંમદ દાઉદાણી, પાર્થ ગઢવી, વિશુભા જાડેજા, દેવેન્દ્રસિહ જાડેજા, સોઢા ચંદ્રસિંહ વિ. જોડાયા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:37 pm IST)