Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

જીજીઆરસી યોજનામાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર કરોઃ ચેકડેમ-તળાવ અંગે ૯૦-૧૦ ટકાની યોજના રાખો

ભારતીય કિસાન સંઘનું કલેકટરને આવેદનઃ કલેકટરને જ આવેદન આપવાની હઠ

ભારતીય કિસાન સંઘે આજે કલેકટર કચેરીએ દેખાવો યોજી એડી. કલેકટરને આવેદન પાઠવ્યું હતું.(તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ તા.૧૧: ભારતીય કિસાન સંઘે આજે કલેકટરને આવેદન પાઠવી જીજીચારસી યોજનાના અમલી કરવામાં પડતી મુશ્કેલીઓના નિરાકરણ કરવા માંગણી કરી હતી, આવેદન સમયે કિસાન સંઘે કલેકટરને જ આગ્રહ રાખતા વાતાવરણ થોડું તંગ બન્યું હતું, એડી. કલેકટરે સમજાવ્યા છતા માન્યા ના હતા, આવેદનમાં જણાવેલ છે કે, ગુજરાત સરકાર અને ભારત સરકાર વતી ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની વર્ષ ૨૦૦૫થી રાજ્યમાં ખેડૂતોને ટપક અને ફુવારા પિયત પદ્ધતિની પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે. ગુજરાતના લાખો ખેડૂતોની આ સુક્ષ્મ સિંચાઇનો લાભ મળેલ છે અને તેઓ પાણી બચાવવામાં, ઉત્પાદન વધારવામાં અને ખેતીનો વ્યવસાય ટકાવી રાખવામાં સફળ રહ્યાં છે. યોજના સફળતા પૂર્વક ચાલી રહી છે અને ખેડૂતો તેના દ્વારા પ્રશંસનીય ખેતી કરી રહ્યાં છે. સરકારી સહાય આધારિત આ યોજનામાં અનેક મુશ્કેલીઓ પડી રહી છે.

જેમાં ટ્રાયલ રન કરવાને બદલે સંકેલેલ નળી સેઢે રાખીને ચકાસણી કરવા, ૭૦ ટકા સહાય ૭ વર્ષ બાદ પણ મળે તે જોવા, ફુવારા બનાવેલ ખેડૂતો તેની યુનિટ કોસ્ટની લીમીટ બાકી હોય તે મર્યાદામાં ટપક પણ વસાવી શકે તે તાકિદે ચાલુ કરવા, ૧૨ ટકા જીએસટી નાબુદ કરવા, વિગેરે માંગણી કરાઇ હતી.

આ ઉપરાંત આવેદનમાં તળાવ ઉંડા ઉતારવા ચેકડેમોની મરામત તેમજ ગાંડા બાવળો દૂર કરવા માટે જે નર્મદા અને જળ ંસંપતિ વિભાગના -૬-૦૨-૨૦૧૯ના પરિપત્ર થી યોજના અમલમાં મુકેલ છે. જેમાં ૬૦% ખર્ચની રકમ સરકાર દ્વારા ચુકવવામા઼ આવશે બાકી ૪૦% રકમ સંસ્થાઓ તેમજ લોક ભાગીદારીથી ચુકવવાની રહેશે તેવો નિર્ણય કરેલ છે.

આ અગાઉના વર્ષોમાં આજ પ્રકારની કામગીરી માટે ૮૦% સરકારશ્રી ચુકવતી હતી તો ચાલુ વર્ષે રાજ્યના ઘણા જિલ્લાઓમાં દૂષ્કાળ અને અછતની સ્થિતિ છે જે ને કારણે લોક ભાગીદારીનો ૪૦% ફાળો બોવ મુશ્કેલ તેમજ વધારે પડતો જણાય છે. જેથી દુષ્કાળ અને અછતની સ્થિતિને ધ્યાને લઇને ૯૦% -૧૦% નો રેશિયો રાખવા વિનંતંી કરાઇ છે.

(3:53 pm IST)
  • મહેસાણા :પક્ષ પલટો કરનાર આશા પટેલ વિરુદ્ધ જનઆક્રોશ સભા :ઊંઝા પાલિકા ઉપપ્રમુખ ભવલેશ પટેલ દ્વારા કરાઈ જાહેરાત :ઊંઝાના પૂર્વ spg પ્રમુખ રહી ચૂક્યા છે ભવલેશ પટેલ :આશાબેન પટેલ વિરુદ્ધ કરવામાં આવશે જન આક્રોશ સભા - ભવલેશ પટેલ access_time 9:30 pm IST

  • કચ્છ :ગાંધીધામ માં આરોપી પકડવા ગયેલ પોલિસ અને ગુનેગાર વચ્ચે ઘર્ષણ :ગાંધીધામ ના શાંતીધામ વિસ્તારમાં લૂંટના આરોપીની બાતમીએ પોલિસ તપાસ માટે ગઈ હતી :આરોપી અને તેના મળતીયાએ પ્રતિકાર કરતા પોલિસની જવાબી કાર્યવાહી :પૂર્વ કચ્છ LCB અને SOG એ કર્યું 2 રાઉન્ડ ફાયરિંગ :2 શખ્સો ને પોલીસે દબોચ્યાં :વધુ કાર્યવાહી ચાલુ access_time 11:00 pm IST

  • સુરત ટેક્ષટાઇલ માર્કેટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફોટાની પ્રિન્ટ વાળી સાડી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર :લોકસભા ચૂંટણી પહેલા મોદી સાડીએ મચાવી ધૂમ access_time 12:26 am IST