Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

બ.સ.પા.ની સંગઠન સમીક્ષા બેઠકઃ શહેર-જીલ્લાના ૧૭ હોદેદારોની વરણી

રાજકોટઃ તા.૧૧, બહુજન સમાજ પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારીશ્રી છકુરામસાહેબ તથા ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી એડવોકેટ અશોકભાઇ ચાવડાના આદેશ અનુસાર શહેર- જીલ્લાના ૧૭ હોદેદારની વરણી કરવામાં આવી હતી.

આ બેઠકમાં ઝોન કોર્ડીનેટર તરીકે શ્રી અર્જુનભાઇ ચૌહાણ, કિરણભાઇ મકવાણા તથા રાજકોટ જીલ્લા પ્રમુખ અજય સારીખડા, ઉપપ્રમુખ ડો. પ્રકાશકુમાર ચાવડા, જીલ્લા મહામંત્રી તરીકે વરજાંગભાઇ સોહલા, જિલ્લા ખજાનચી અશ્વિનભાઇ ચૌહાણ તથા જીલ્લા કાર્યાલય મંત્રી તરીકે શ્રી માધુભાઇ ગોહેલ અને શહેર સચીવ તરીકે વિપુલ બોરીચાની વરણી કરવામાં આવી હતી.

 આ બેઠકમાં ઉપપ્રમુખ તરીકે જોગાભાઇ રાતડીયા, શહેર મહામંત્રી આશીક તંબોલ, શહેર ખજાનચી જયંતિભાઇ સોલંકી, વિધાનસભા ૬૮ના પ્રમુખ તરીકે વાસુદેવ સોલંકી, ઉપપ્રમુખ તરીકે શરદભાઇ સરૈયા, લોધીકા તાલુકાના પ્રમુખ જગદીશભાઇ પરમાર ગોંડલ તાલુકાના પ્રમુખ તરીકે લક્ષ્મણભાઇ ચાવડાની વરણી કરવામાં આવેલ હતી.

આ બેઠકમાં બામસેફના આનંદભાઇ ચાવડા, બ.સ.પા.ના મહેબુબ જંબોલ, અસલમ મજગુરૂ, સાજીત ખેતાણી, દિપકભાઇ પરમાર, વિજયભાઇ પરમાર, અજય ચાવડા, આશીષ રાઠોડ, રાજુભાઇ ચૌહાણ, કમલેશભાઇ રબારી, રાહુલ ખારવા, કમલેશ મકવાણા, તાજેમહેમદ પઠાણ, ભાવેશભાઇ પરમાર, મુકેશભાઇ વાલેરા, જીતુભાઇ ગઢવી, દિપકભાઇ ચાવડા વગેરે હાજર રહેલ હતા. (૪૦.૧૨)

 

(3:51 pm IST)
  • મહુવા સરાજાહેર લૂંટની ઘટના, કુબેરબાગ વિસ્તારમાં બનાવ, અંદાજે ૫.૫૦ લાખની લૂંટ, મહુવા શહેરભરમાં નાકાબંધી access_time 11:58 pm IST

  • બૈતૂલના ભાજપના સાંસદ જ્યોતિ ધુર્વનું જાતિ પ્રમાણપત્ર કેન્સલ ;વધી શકે છે મુશ્કેલી :જનજાતીય કાર્ય વિભાગની તપાસ સમિતિએ ધૂર્વનું અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર રદ કરવા પરનો પ્રતિબંધ હટાવ્યો :એટલે કે જ્યોતિ ધુર્વ જનજાતીય વર્ગના નથી access_time 1:02 am IST

  • અમદાવાદ મેટ્રો ટ્રેન ચાલુ થાય તે પહેલાં જ મેટ્રો ટ્રેનના સામાનની ચોરી: મેનેજરે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ access_time 9:30 pm IST