Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

સિવિલ હોસ્પિટલમાં છેડતીના આરોપ સાથે એક શખ્સની ધોલાઇ

રાજકોટઃ સિવિલ હોસ્પિટલમાં આજે બપોરે ઇમર્જન્સી વોર્ડની બરાબર સામે જ એક શખ્સની બીજા એક યુવાને બેફામ ધોલધપાટ શરૂ કરી દેતાં દેકારો મચી ગયો હતો...કેટલાય દિવસથી તું પાછળ પડી ગયો છો, શું છે તારે બોલ હવે...હાલ તું ગાડીમાં બેસ...તને દેખાડી દઉ...આવા ડાયલોગ્સ ધોલાઇ કરનાર યુવાન બોલતો હતો. બીજી તરફ માર ખાનારો શખ્સ 'મારો વાંક શું છે?...શું કારણે મને મારે છે?' એવા સવાલ પુછતો રહ્યો હતો. ધોલાઇ કરનાર યુવાનની સાથે એક આધેડ વયના મહિલા પણ હતાં. લોકોએ કારણ પુછતાં આ મહિલાએ જણાવ્યું હતું કે પોતે દવા લેવા આવે ત્યારે આ શખ્સ સતત પાછળ પાછળ આંટાફેરા કરતો રહે છે. પોતે જે વિભાગમાં જાય ત્યાં પાછળ આવે છે. અંતે પોતાના પુત્રને આજે જાણ કરતાં તેણે રોમિયોગીરી કરનારને આજે રંગેહાથ પકડી લીધો હતો. જેના પર છેડતીનો આરોપ મુકાયો હતો તેને બાઇકમાં બેસાડીને લઇ જવાનો પ્રયાસ પણ ધોલાઇ કરનાર દ્વારા થયો હતો. પરંતુ એ વખતે જ સિકયુરીટી ઇન્ચાર્જને જાણ થતાં માર ખાનાર અને માર મારનાર બંનેને સિકયુરીટી રૂમમાં લઇ જવાયા હતાં. આ મામલે પોલીસને જાણ કરવા તજવીજ થઇ હતી. તસ્વીરમાં ધોલાઇના લાઇવ દ્રશ્યો અને એકઠા થયેલા લોકોના ટોળા જોઇ શકાય છે.

(3:49 pm IST)
  • રાજસ્થાનમાં ગુર્જર આંદોલન હિંસક બન્યું :ધૌલપુરમાં પોલીસ પર પથ્થરમારો :પોલીસની ગાડીઓમાં આગ લગાડાઇ :ભરતપુર જિલ્લાના ધૌલપુરમાં પ્રદર્શકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ :પોલીસ પાર પથ્થરમારો કરાયો :ગાડીઓ પણ સળગાવી access_time 1:26 am IST

  • કચ્છ :ગાંધીધામ માં આરોપી પકડવા ગયેલ પોલિસ અને ગુનેગાર વચ્ચે ઘર્ષણ :ગાંધીધામ ના શાંતીધામ વિસ્તારમાં લૂંટના આરોપીની બાતમીએ પોલિસ તપાસ માટે ગઈ હતી :આરોપી અને તેના મળતીયાએ પ્રતિકાર કરતા પોલિસની જવાબી કાર્યવાહી :પૂર્વ કચ્છ LCB અને SOG એ કર્યું 2 રાઉન્ડ ફાયરિંગ :2 શખ્સો ને પોલીસે દબોચ્યાં :વધુ કાર્યવાહી ચાલુ access_time 11:00 pm IST

  • સુરતના ભાજપના કોર્પોરેટરનો લાંચ લેવાનો મામલો: જયંતિ ભંડેરીના બેંક ખાતાની તપાસ:એસીબીએ બે બેંકના લોકરમાં તપાસ કરી:વરાછા કો ઓપ. બેંકમાં 16 તોલા સોનુ જપ્ત:દેના બેંકનું ખાતું સીલ કરી ઓપરેટ નહિ કરવા આદેશ access_time 9:13 pm IST