Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

મકર સંક્રાંત નિમિતે ગાય માતાઓને જમાડવા ૨૨૧ કિલો લાડુ બનાવાશે

જય માતાજી અબોલ જીવ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા

રાજકોટ તા. ૧૧ : મકર સંક્રાંત નિમિતે ગૌ માતાને ખીચડો જમાડવાનો મહીમા છે. ત્‍યારે આ મહીમાને લાડવાના રૂપમાં ફેરવી ૪૦ કિલો ઘઉનો લોટ, ૨૦ કિલો બાજરાનો લોટ, ૨૦ કિલો મકાઇનો લોટ, ૨૦ કિલો ચોખાનો લોટ, ૨૦ કિલો જુવારનો લોટ, પ કિલો ચણાદાળ, પ કિલો અડદની દાળ, પ કિલો મગની દાળ, પ કિલો તલ, ૧ કિલો બદામ મિશ્રીત ૨૨૧ કિલો લાડુનો પ્રસાદ બનાવી ગાય માતાઓને જમાડવા જય માતાજી અબોલ જીવ સેવા ટ્રસ્‍ટ દ્વારા આયોજન કરાયુ છે.

જે કોઇ ગૌ પ્રેમી પોતાના વિસ્‍તારમાં આ કાર્ય કરવા ઇચ્‍છુક હોય તેઓને ૨૧ નંગ લાડવાની થેલી નિઃશુલ્‍ક આ સંસ્‍થા તરફથી અપાશે.

લાડુ બનાવવાનો શ્રમયજ્ઞ તા. ૧૩ ના બપોરે ર.૩૦ થી ૬.૩૦ સુધી એરપોર્ટ રેલ્‍વે ફાટક પાસે, રાજકૃતિ એપાર્ટમેન્‍ટ, એફ-૧ ખાતે થશે. શ્રમ યજ્ઞમાં સેવા આપવા ઇચ્‍છુકોને પણ આહવાન કરાયુ છે.

તૈયાર થયેલ લાડુનું વિતરણ રેસકોર્ષ રીંગરોડ, લાઇફ બિલ્‍ડીંગ સામે તા. ૧૪ ના સંક્રાંતના સવારે ૭ થી ૧૦ સુધી કરાશે. સહયોગ આપવા કે વધુ માહીતી માટે મો.૮૯૮૦૫ ૦૧૫૦૩ ઉપર સંપર્ક કરવા દોલતસિંહ ચૌહાણની યાદીમાં જણાવાયુ છે.

(2:48 pm IST)