Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

વાઈસરોય માઉન્ટબેટને રાજરાણીનું પદ આપ્યું''

''પાલનપુરનાં નવાબની બેગમને આઝાદી મળી તે પૂર્વે ૨૦ મિનીટ પહેલાં

તા.૧૪મી ઓગષ્ટ, ૧૯૪૭નાં રોજ રાત્રીનાં ૧૨ વાગ્યા સુધી દેશનાં વાઈસરોય તરીકે માઉન્ટબેટન હોદ્દા પર હતા. છેલ્લા દસ્તાવેજો પર સહી થઈ ગઈ હતી. રાજકિય પદવીને સંકેલી લેવાનો સમય હતો. રાત્રે ૧૧:૩૦ વાગ્યે તેમને યાદ આવ્યું કે પાલનપુરની બેગમને રાજરાણી બનાવી દઉં. માઉન્ટબેટન અને પાલનપુરનાં નવાબ મિત્રો હતા. બ્રિટીશ સલ્તનત દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ દેશનાં રાજવીઓ પરદેશી સ્ત્રીઓને પરણી શકતા પણ રાજરાણી તરીકે પાત્રતા ન્હોતી. કારણ કે એમ કરવાથી જોખમ ઉભું થઈ જાય તો પછી રાજવી કુળની પરંપરા નષ્ટ થઈ જાય.

રાત્રે ૧૧:૪૦ વાગ્યે લોર્ડ માઉન્ટબેટને પાલનપુરની બેગમને રાજરાણી બનાવવા શાહી- સિકકો મંગાવ્યો અને બેગમને નામદાર રાણીનાં મોભા પર મૂકયા.

નવાબની ઓસ્ટ્રેલિયન પત્નીએ મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો, સાડી પહેરતાં, સ્થાનિક રિવાજો પણ પાડતા.

જો કે, તા.૧૫મી ઓગષ્ટ, ૧૯૪૭નાં રોજ દેશ સ્વાતંત્ર્ય બન્યો અને રાજવીઓ દેશ સાથે જોડાઈ ગયા. અલબત્ત, પાલનપુરનાં નવાબની બેગમને રાજરાણી બનાવવાનો સંતોષ લોર્ડ માઉન્ટબેટનને થયો હશે.(૩૦.૬)

નવીન ઠકકર, રાજકોટ, મો.૯૮૯૮૩ ૪૫૮૦૦

(2:42 pm IST)