Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

સમસ્ત કોરાટ પરિવારની બેઠકઃ શહેર-જીલ્લાના પ્રમુખપદે વિજય કોરાટ

રાજકોટઃ શહેર અને જીલ્લામાં વસતા કોરાટ પરિવાર દ્વારા સંગઠનની રચના કરવામાં  આવી હતી. જેમાં કોરાટ પરિવારના પ્રમુખ તરીકે મોટામવાના યુવા સરપંચ શ્રી વિજય કોરાટની સર્વાનુમતે નિમણુક કરવામાં આવી છે.

તાજેતરમાં મળેલી કોરાટ પરીવારના અગ્રણીઓની બેઠકમાં ઉપપ્રમુખ જયેશભાઇ જગજીવજભાઇ કોરાટ, સંજયભાઇ મુળજીભાઇ કોરાટ, જયદીપભાઇ નિલેશભાઇ કોરાટ, મહામંત્રી જયદીપભાઇ વિનુભાઇ કોરાટ, અમિતભાઇ નાથાભાઇ કોરાટ, મંત્રી ધર્મેશભાઇ પરસોતમભાઇ કોરાટ, પ્રવીણભાઇ બાબુભાઇ કોરાટ, હિરેનભાઇ નિલેશભાઇ કોરાટ, ઉપમંત્રી રાજેશભાઇ ગંગાદાસભાઇ કોરાટ, કલ્પેશભાઇ ચતુરભાઇ કોરાટ ખજાનચી ભુદરજીભાઇ બચુભાઇ કોરાટ તેમજ સોશ્યલ મીડીયા રક્ષિત દર્શન કુમાર કોરાટની વરણી કરવામાં આવી છે. વધુ વિગત માટે ૯૩૭૭૩ ૧૨૫૩૬  ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(4:09 pm IST)