Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

જેતપુર પંથકમાં એનસી (૩૭) પાઇપ લાઇનમાં જમીન સંપાદન દરમિયાન જાહેરનામાનો ખૂલ્લેઆમ ભંગ

કંપનીઓ દ્વારા પાઇપ લાઇનો તોડી નખાઇ છેઃ ખેડૂત સમાજનું કલેકટરને આવેદન

ખેડુત સમાજના રાજકોટ જીલ્લા એકમે આજે દેખાવો યોજી કલકેરટને આવેદનપત્ર પાઠવ્યું હતું. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧૧: ખેડૂત સમાજ ગુજરાતના રાજકોટ જીલ્લા એકમના પ્રમુખ ચેતનભાઇ ગઢીયા અને અન્ય આગેવાનોએ કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવી. એનસી (૩૭) પ્રોજેકટ પાઇપલાઇનમાં સંપાદનમાં થતી જમીનમાં ભાડાપટાની માંગણી તથા જયાં કામ પુર્ણ થયેલ તેમાં ખેતી વ્યવસ્થીત કામ થયેલ નથી અને તે જાહેરનામાંના ભંગ થયો હોય તે અંગે યોગ્ય કરવા રજૂઆતો કરી હતી.

આવેદનમાં ઉમેર્યું હતું કે, જયારથી જાહેરનામું બહાર પડેલ ત્યારથી અમારા દ્વારા સંપાદન બાબતે વળતર નથી જોઇતું અને તેમાં અમારી માંગ મુજબ અમારા દ્વારા કાયમી ભાડા પટ્ટાથી જમીન સંપાદન કરવામાં આવે એવી માંગ કરેલ. જાહેરનામાં મુજબ બજાર કિંમતના ૧૦% લેખેની જોગવાઇ છે તે ખેડુતોનું શોષણ સમાન છે.

ખેડુતો દ્વારા તથા ખેડુત સમાજ રાજકોટ જીલ્લા એકમ દ્વારા મામલતદારશ્રી જેતપુરને અનેક વખત લેખીત રજુઆતો કરવામાં આવેલ આવેદન પત્ર પણ આપવામાં આવેલ કે પાઇપલાઇનમાં અધીકારીઓ દ્વારા જાહેરનામાનો અવાર-નવાર ભંગ થયેલ છે.આ ઉપરાંત ૬(૧૦) ના હિલરીંગ સમયે પણ કંપની દ્વારા ખેતરો લેવલ કરેલ નથી, શેઢાવાળા આમ તેમ મૂકીને ચાલ્યા ગયા છે, ઉભા પાકનો સર્વે થયો નથી, પાઇપ લાઇનોમાં તોડફોડ કરાઇ છે, આવી અનેક ફરિયાદો કરાઇ છે, પરંતુ યોગ્ય નિકાલ આવ્યો નથી, આ ઉપરાંત પીઠડીયા ગામની કિંમતી જમીન છીનવાઇ જવા અંગે પણ રજુઆતો કરાઇ હતી.

(4:38 pm IST)