Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

મકરસંક્રાતિની સીઝન અને ચીકીની સોડમ...

રાજકોટઃ શિયાળાની  ઋતુમાં લોકો સ્વાસ્થ્ય વર્ધક ખોરાક,કસરત વગેરે કરતા હોય છે, ત્યારે આ સીઝનમાં ચીકીનો  સ્વાદ પણ રંગીલા રાજકોટીયનો ખુબ જ આનંદથી માણે છે. રવિવારે સંક્રાતે લોકો જીંજરા-ચીકીની લહેજત પતંગ ચગાવવાની સાથે જરૂર માણશે.મકરસંક્રાતિએ શીંગ, તલ,મીકસ તથા ડ્રાયફુટની ગોળ અને ખાંડની ચીકીની અનેક વેરાયટીઓ ઉપરાંત સાની પણ બજારમાં ઉપલબ્ધ છે. ત્યારે લીમડા ચોક સ્થિત જલારામ ચીકી ખાતે સ્વાદિષ્ટ, પોષ્ટીક અને ચોખ્ખાઇમાં બનાવવામાં આવતી ચીકી શહેરમાં ખુબજ પ્રખ્યાત છે. ઉપરોકત તસ્વીરમાં જલારામ ચીકીના પ્રકાશભાઇ ચીકીનો તાવડો ચલાવતા દર્શાય છે. પ્રકાશભાઇએ જણાવેલ કે અમારે  ત્યાં ચીકીનું કામ ટેબલ ઉપર જ કરવામાં આવે છે, સાથો સાથ ગોળને ગાળીને ચીકી બનાવ્યા બાદ તેને સીલ્વર ફોઇલ પાઉચમાં પેકીંગ કરવામાં આવે છે. બ્રાન્ડનેમ હોવા છતા ''જલારામ ચીકી''માં ભાવ પણ એકદમ વ્યાજબી હોવાનું પણ તેમણે અંતમાં ઉમેરેલ (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:18 pm IST)