Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ચુનારાવાડમાં ચાઇનીઝ દોરા વેંચતા સુનિલ કોળીની ધરપકડઃ ૪૦ ફિરકી કબ્જે થઇ

થોરાળા પોલીસે દિપક મોબાઇલ નામની દૂકાનમાં દરોડો પાડી કાર્યવાહી કરી

રાજકોટ તા. ૧૧: સંક્રાંતના તહેવાર પર ચાઇનીઝ તુક્કલ અને ચાઇનીઝ દોરાના વેંચાણ પર પ્રતિબંધ હોવા છતાં કેટલાક વેપારીઓ વેંચાણ કરે છે. તેની સામે ત્રણ દિવસથી પોલીસ કમિશ્નરની સુચના મુજબ આકરી કાર્યવાહી શરૂ થઇ છે અને સતત દોરા-પતંગના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ કરાય છે. દરમિયાન થોરાળા પોલીસે ચુનારાવાડ ડાભી હોટેલની બાજુમાં દિપક મોબાઇલ નામની દૂકાનમાં દરોડો પાડી ચાઇનીઝ દોરાના રૂ. ૬૦૦૦ના ૪૦ ફીરકા કબ્જે કરી દુકાનદાર સુનિલ ભીખુભાઇ રોરીયા (કોળી) (ઉ.૨૭-રહે. ચુનારાવાડ-૫, ભરત નિવાસ) સામે જીપીએકટ ૧૩૧, ૧૧૭ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

થોરાળાના ઇન્ચાર્જ પી.એન. વાઘેલાની રાહબરીમાં પીએસઆઇ પી. ડી. જાદવ, હેડકોન્સ. ફિરોઝભાઇ શેખ, ઝહીરભાઇ ખફીફ, કોન્સ. ધર્મેન્દ્રસિંહ, ઇમરાનભાઇ, વિજય મકવાણા, વિજય મેતા, મસરીભાઇ, રોહિતભાઇ, સહદેવસિંહ સહિતે આ કાર્યવાહી કોન્સ. રોહિત અને સહદેવસિંહની બાતમી પરથી કરી હતી.

(12:50 pm IST)