Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

રા.લો. સંઘના સુકાનીઓની ૧૮મીએ ચૂંટણી, ઉપાધ્યક્ષ પદ માટે ભાજપમાં ખેંચતાણ

ચેરમેન તરીકે નીતિન ઢાંકેચા યથાવતઃ સરધારાને હટાવવા બીજા જુથનું સપનું

રાજકોટ તા.૧૧ : સહકારી ક્ષેત્રની અગ્રીમ સંસ્થા રાજકોટ લોધીકા ખરીદ વેચાણ સહકારી સંઘના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની અઢી વર્ષની મુદત પુરી થતા બંને પદ માટે તા.૧૮ જાન્યુઆરીએ સાંજે ૪-૩૦ વાગ્યે ચૂંટણી માટે નાયબ કલેકટર શ્રી પટેલની અધ્યક્ષતામાં બેઠક બોલાવવામાં આવી છે. અધ્યક્ષ તરીકે નીતિન ઢાંકેચા જ યથાવત રહે તેવા સંજોગો છે. ઉપાધ્યક્ષ પદ માટે ખેંચતાણની શકયતા છે.

હાલના ઉપાધ્યક્ષ મનસુખ સરધારાને યથાવત રાખવા ભાજપનું એક જુથ મકકમ છે. જયારે બીજુ જુથ સરધારાને હટાવવાનું ગઇ ચૂંટણી વખતનું સપનું પુરૂ કરવા માંગતુ હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. સંઘમાં રાજકોટ તાલુકાના ૧૦ અને લોધીકા તાલુકાના પ સભ્યો ચૂંટાયેલા છે. ઉપાધ્યક્ષ પદ માટે ભાજપના જ બે જુથો સામસામા આવી જાય તેવા અત્યારના એંધાણ છે.

(11:37 am IST)