Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

પોપટપરામાં સાળીની છેડતીનો આરોપ મુકાતાં સદામખાને ગળાફાંસો ખાધો

પિત્રાઇ ભાઇ જોઇ જતાં જીવ બચી ગયોઃ સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૧: પોપટપરા શેરી નં. ૧૨માં રહેતાં સદામખાન ખલીલખાન પઠાણ (ઉ.૨૪) નામના યુવાને પંખામાં ચુંદડી બાંધી ફાંસો ખાઇ લેતાં તેનો પિત્રાઇ ભાઇ જોઇ જતાં તાકીદે નીચે ઉતારી લઇ સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં જીવ બચી ગયો હતો.

સદામખાને જણાવ્યું હતું કે હું ચાર બહેન અને ત્રણ ભાઇમાં બીજા નંબરે છું અને મુળ મુંબઇનો વતની છું. મારા લગ્ન અઢી વર્ષ પહેલા થયા છે અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવું છું. મારે કાકીજી મરીયમબેન પાસેથી રિક્ષા ભાડાના પૈસા લેવાન હોઇ જેથી તેના ફોન નંબર લેવા બીજા કાકાજી પાસે ગયો હતો. પણ તેની પાસે નંબર નહોતાં. એ દરમિયાન મરિયમબેનની દિકરી વિશે વાત થઇ હોઇ મારા સસરા, કાકીજી સહિતનાએ આવી મેં મરિયમબેનની દિકરીની છેડતી કરી હોવાનો આરોપ મુકયો હતો. પરંતુ મેં આવુ કંઇ કર્યુ ન હોઇ છતાં મારી પાસે માફી મંગાવવામાં આવતાં માઠુ લાગી જતાં પગલું ભર્યુ હતું.

પોલીસે સદામખાનનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી. (૧૪.૫)

(10:16 am IST)