Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

સણોસરા પીપળીયામાં સંજય કોળીને તેના બનેવીએ હાથમાં છરી ઝીંકી

સંજયની બહેન રિસામણે હોઇ તેણીના પતિએ ખાર રાખી હુમલો કર્યો

રાજકોટ તા. ૧૧: કુવાડવા નજીકના  સણોસરા પીપળીયા ગામમાં રહેતાં સંજય કાળુભાઇ ગોઢાણીયા (ઉ.૧૯) નામના કોળી યુવાનને આ ગામમાં જ રહેતાં તેના બનેવી સંજય ચારોલાએ આવી ઝઘડોક રી જમણા હાથમાં છરી ઝીંકી દેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સલિમભાઇ ફુલાણીએ કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. સંજયના પિતા કાળુભાઇના કહેવા મુજબ મારી દિકરી કાજલને તેનો પતિ સંજય ચારોલા દારૂ પી હેરાન કરતો  હોઇ જેથી તેણી બે માસથી રિસામણે આવી છે. આ બાબતે મનદુઃખ ચાલતું હોઇ રાત્રે નવેક વાગ્યે જમાઇ સંજય નશો કરેલી હાલતમાં આવ્યો હતો અને મારા દિકરા પર હુમલો કરી ભાગી ગયો હતો. (૧૪.૫)

(10:16 am IST)