Gujarati News

Gujarati News

News of Thursday, 10th December 2020

કાલે વર્ષની સૌથી વધુ મહીમાવંતી અગીયારસઃ ૩ તિથિઓનો સંગમ

ઉપવાસ અને વિષ્ણુ ભગવાનની પુજાનું મહત્વઃ લલિતભાઇ શાસ્ત્રી

રાજકોટ તા. ૧૦: વિક્રમ સવંત ર૦૭૭ના વર્ષની પ્રથમ અગીયારસ આવતીકાલે શુક્રવારે છે આ અગીયારસ ઉત્પતી એકાદશી તરીકે ઓળખાય છે. વર્ષની તમામ અગીયારસોમાં આ અગીયારસ સૌથી વધુ મહીમાવંતી ગણાય છે.

શાસ્ત્રી શ્રી લલિતકુમાર લાભશંકરભાઇ ભટ્ટના જણાવ્યા મુજબ આજે ગુરૂવારે બપોર પછી અગીયારસનો ભાગ શરૂ થઇ જાય છે આવતીકાલે અગીયારસ, બારસ અને તેરસને ત્રણ તિથિઓનો સંગમ છે. વર્ષો પછી આવો ત્રણ તિથિઓનો સમન્વય થયો છે. શનિવારે તેરસ ગણાશે. રવિવારે ચૌદરસ અને સોમવારે સોમવતી અમાસ છે. આવતીકાલે એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુની પૂજાનું અને સૂકામેવાની બદામ આરોગવાનું વિશેષ મહત્વ છે.

અનાજના બદલે માત્ર  દૂધ, ફળ કે ફરાળી વસ્તુ ખાઇને કાલે અગીયારસ રહેવાનું શાસ્ત્રોકત દૃષ્ટિએ મંગલ ફળદાયી છે. કાલના પુણ્યશાળી દિવસે 'ઓમ નમો ભગલવતે' મંત્ર જાપ પણ કલ્યાણકારી બની શકે છે.

(11:28 am IST)