Gujarati News

Gujarati News

News of Thursday, 10th December 2020

બિલ્ડીંગ -ફેકટરી - શો રૂમ -કલાસીસ સહિત ૩૦ને ફાયર સેફટીની નોટીસ

મ્યુ.કોર્પોરેશનનાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ દ્વારા કાર્યવાહી

રાજકોટ,તા. ૯: શહેરની ઉદય કોવિડ હોસ્પિટલના અગ્નિકાંડ બાદ શહેરની તમામ હોસ્પિટલો, એપાર્ટમેન્ટ, કલાસીસ વગેરેમાં ફાયર સેફટી સાધનોનું કડક ચેકીંગ કરાઇ રહયું છે. ત્યારે આજે ૩૦ બિલ્ડીંગોમાં ફાયર સેફટીના એન.ઓ.સી. રીન્યુ ન થયેલ હોય તે અંગે નોટીસો અપાઇ હતી.

આ અંગે ચીફ ફાયર ઓફિસરની યાદીમાં જણાવાયા મુજબ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ રાજકોટ દ્વારા ફાયર સેફટીની કાર્યવાહી અન્વયે આજે નીચે મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં  ચેકીં ગ દરમિયાન  બિલ્ડીંગ, ફેકટરી, કલાસીસ સહિત ૩૦ સ્થળોએ ફાયર એન.ઓ.સી. રીન્યુ ન થયેલ હોય તેને નોટીસ આપવામાં આવેલ છે.

 જેમાં  (૧)ઠાકોરદ્રાર માલીક/પ્રમુખશ્રી , (૨ )સાંકેત ડેવલોપર્સ બેકબોન પ્લેટીનમ ટાવર એ,બી,  (૩)શિલ્પન આઇકોન – એૅબી ભરતભાઇ બી., (૪)શિવાલય હાઇટસ પ્રકાશભાઇ આર. ઢોલરિયા વિ. (૫)વિરાજ પેલેસ ટાવર એૅબી વાધજીભાઇ કે. વિ., (૬)તુલસી હાઇટ, પ્રવિણ ગરાળા, (૭)તપન હાઇટસ એ એન્ડ ડી હરેશભાઇ વિ. , (૮)સેલેનીયમ સ્કેવર  ૧+૧=૨ ટાવર મહેશભાઇ, (૯)સોપાન હાઇટસ એ થી ઇ પિયુષ આર. મીરાણી, (૧૦)વસંત વિહાર એ ્રૂ બી મનસુખભાઇ વિગેર, (૧૧)વ્રજ પરીક્રમા જગદીશ એન. પાલા વિ., (૧૨)ધી ગાર્ડન સીટી ઓર્નસ એસો. પ્રમુખશ્રી, (૧૩)ધી પેલેસ જગદિશ એન. પાલા, (૧૪)તીર્થ – એ+બી ધર્મેશભાઇ એમ. જોગી વિ. , (૧૫)વર્ધમાન ગ્રીંસ એ થી એફ આશીષ સી. કોટીચા વિ, (૧૬)વર્ધમાન ગ્રીંસ એ થી ઈ આશીષ સી. કોટીચા વિ, (૧૭)જોયા લુક્કાસ શો રૂમ બિલ્ડીંગ કલ્પેશભાઇ  , (૧૮)પ્રશાંત કાસ્ટટેક પ્રા.લી. ફેકટરી ઓર્નસ/પ્રમુખશ્રી, (૧૯)ભવાની ઇન્ડસ્ટ્રીઝ અતુલકુમાર જુઠાણી, (૨૦)વિષ્ણુ મેટલ્સ સર્વે નં.૨૦ ઓર્નસ/મેનેજમેંટ્શ્રી, (૨૧)પર્લ એક્ષપોર્ટ ઓર્નસ/મેનેજરશ્રી, (૨૨)એમ્બીકોન એકેડેમી પીઠવા રજનીકાંત એ., (૨૩)રાધાસ્વામી કલાસીસ – જયોતિબેન એમ.પરમાર, (૨૪)ભવર રાઠોડ ડીઝાઇનસ્ટુડીયો કલાસીસ ભવરસિંહ, (૨૫)ગઝેરો ટુ સીએનસી એ. કલાસીસ, (૨૬)આર્ષ કોમ્પ્યુટર કલાસીસ સંચાલક માણેક આશિષ, (૨૭)વર્લ્ડ ઇનબોકસ એકેડમી સંચાલક સિધ્ધાર્થ બી., (૨૮)સિંધુ કોમ્પ્યુટર દેવેંદ્ર જે. રેલવાણી, (૨૯)અક્ષર ટયુશનકલાસીસ ભવ્ય મનોજભાઇ કરથીયા, (૩૦)સી વર્લ્ડ કોમ્પ્યુટર્સ સંચા..તલસાણીયા ઉમેશ બી. 

(3:43 pm IST)