Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

પોલીસની ડ્રાઇવમાં ૨૧ રિક્ષા ડિટેઇનઃ વિદેશી દારૂ સાથે બે, દેશી દારૂ સાથે બે અને 'ડમડમ' થઇ વાહનો હંકારતાં પાંચ, છરી સાથે એક, હદપાર ભંગમાં એકની ધરપકડ

રાજકોટઃ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની અને ડીસીપી મનોહરસિંહ જાડેજાએ દારૂની બદ્દી નાબૂદ કરવા અને શરીર સંબંધી ગુનાઓ બનતાં અટકાવવા દરરોજ પોલીસને વાહન ચેકીંગ ડ્રાઇવ યોજવા તથા દરોડાઓ પાડવા સુચના આપી હોઇ તે અંતર્ગત દરરોજ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનોની ટીમો દ્વારા ચેકીંગ કરવામાં આવે છે. ગત સાંજથી રાત સુધી રિક્ષા ચેકીંગની ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં પ્ર.નગર પી.આઇ. વી. એસ. વણઝારાની ટીમ અને ગાંધીગ્રામ પી.આઇ. કે. એચ. વાળાની ટીમોએ ચેકીંગ કરી કુલ ૨૧ રિક્ષા એમવીએકટ ૨૦૭ મુજબ ડિટેઇન કરી હતી. આ ઉપરાંત દારૂ પી વાહન હંકારવાના, દારૂ સાથેના કેસો પણ થયા હતાં. અમુક છરી સાથે પણ પકડાયા હતાં.

મોરબી રોડ પર સેટેલાઇટ ચોકમાંથી પારસ ભૂપતભાઇ હેરમા (રહે. શકિત સોસાયટી-૧૦) દારૂ પી બોલેરો જીજે૩બીવી-૪૮૦૪ હંકારી નીકળતાં પી.આઇ. ફર્નાન્ડીઝ, વિરમભાઇ ધગલ, અજયભાઇ સહિતે પકડી લીધો હતો. થોરાળા પી.આઇ. જી.એમ. હડીયા અને ટીમે રાવણ ચોકમાં દારૂ પી બાઇક હંકારી નીકળેલા મહેશ સિદીભાઇ ઉપાસરીયા (ઉ.૩૨-રહે. મનહર સોસાયટી-૧)ને પકડ્યો હતો. આજીડેમ પી.આઇ. એ.એસ. ચાવડા અને ટીમે પીરવાડી નજીકથી અનિલ ધરમશીભાઇ વીરડીયા (ઉ.૪૦-રહે. શ્યામ પાર્ક-૪ પરીવાડી)ને છરી સાથે પકડ્યો હતો. તેમજ ખોખડદળ પાસેથી જ્યોત્સના અજય પરમારને દારૂ સાથે પકડવામાં આવી હતી.

નવલનગર-૧૦નો રાજદિપ દિપકભાઇ પરમાર (ઉ.૨૭) દારૂ પી મારૂતિ વેન જીજે૧૧એસ-૧૮૧૮ હંકારી ફુલીયા હનુમાન રોડ પરથી નીકળતાં પી.આઇ. એન. એન. ચુડાસમાની ટીમે પકડ્યો હતો. આ ટીમે કૃષ્ણનગર રોડ પરથી નવલનગર-૩ના અમિતભરતભાઇ સાંકળેચા (ઉ.૩૫)ને હદપાર ભંગ સબબ પણ પકડી લીધો હતો. જંકશન સ્ટેશન રોડ પરથી પરાપીપળીયાના હિતેષ ચંદુભાઇ બસીયા (ઉ.૪૦)ને દારૂ પી રિક્ષા નં. જીજે૩એડબલ્યુ-૨૩૯૧ હંકારી નીકળતાં પીઆઇ વી.એસ. વણઝારા અને ટીમે પકડ્યો હતો. સંતોષીનગરના ચંદુ મહાદેવભાઇ પીપળીયા (ઉ.૩૯)ને રૂ. ૨૦ના દારૂ સાથેરૂ. ૨૦ના દારૂ સાથે, નવા થોરાળા રામનગર-૯ હાલ જામનગર પટેલ પાર્કમાં રહેતાં નરેશ મનસુખભાઇ વાઘેલા (ઉ.૨૩)ને એરપોર્ટ રોડ પરથી રૂ. ૧૦૦૦ના બે બોટલ દારૂ  સાથે પીએસઆઇ બી. વી. બોરીસાગર અને ટીમે પકડ્યો હતો. જ્યારે તાલુકા પી.આઇ. જે.વી. ધોળા, પીએસઆઇ એન. ડી. ડામોર, વિરેન્દ્રસિંહ જાડેજા, રાજવીરસિંહ, હર્ષદસિંહ ચુડાસમા, ચંદ્રરાજસિંહ, વિક્રમભાઇ, મહેશભાઇ, રૂપેશભાઇ સહિતે નાના મવા રોડ શાસ્ત્રીનગરના ગેઇટ પાસેથી ઘનશ્યામ ઉર્ફ કાનો હસમુખભાઇ સોલંકી (ઉ.૨૭-રહે. નવરંગપરા-૧, ભકિતનગર સ્ટેશન પાછળ)ને રૂ. ૪૮૦૦ના ૧૨ બોટલ દારૂ સાથે પકડી લીધો હતો. આ ઉપરાંત પુનિતનગર ૮૦ રોડ પરથી નાગજી નથુને રૂ. ૨૪૦૦ના ૬ બોટલ દારૂ સાથે પકડ્યો હતો. જ્યારે નાના મવા સર્કલ પાસેથી જીવરાજ પાર્ક અંબિકા પાર્કના દિવ્યેશ ગોપાલભાઇ દુદાણીને દારૂ પી ટુવ્હીલર હંકારતા પકડી લેવામાં આવ્યો હતો.

(1:17 pm IST)
  • જીએસટી કાઉન્સીલે નિયુકત કરેલા રેવન્યુ બાબતના ઓફીસરોની એક મહત્વની બેઠક અત્યારે સાંજે પૂરી થઇ જેમાં આ અધિકારીઓએ ૫% જીએસટીનો સ્લેબ વધારીને ૮ % કરવાનો અને ૧૨ % જીએસટીનો સ્લેબ વધારીને ૧૫ ટકા કરવાની ભલામણ કરી છે (ન્યુઝ ફર્સ્ટ દ્વારા) access_time 5:27 pm IST

  • ભારત-રશિયા વચ્ચે સેનાની ત્રણે પાંખ વચ્ચેની લશ્કરી કવાયત 'ઇન્દ્રા'નો પ્રારંભ થયો access_time 2:25 am IST

  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે કાલથી કાશ્મીર સહીત ઉત્તર ભારતના વિસ્તારોમાં ભારે બરફવર્ષાનો પ્રારંભ access_time 10:14 pm IST