Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

'શ્રી સિધ્ધિવિનાયક એકસપોર્ટ'નો પ્રારંભઃ મહેમાનો દ્વારા સ્વાગત

રાજકોટઃ શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ અયોધ્યા ચોક નજીક આવેલ ધ સ્૫ાયર (ઓફિસ નં.૬૧૨) ખાતે ''શ્રી સિધ્ધી વિનાયક એકસપોર્ટસ'' નામની ઓફિસનો શુભારંભ થયો છે.

રાડીયા અને ચેતા પરિવારના નવા સાહસરૂપી આ ઓફિસમાં મર્ચન્ટ એકસપોની મોટી કામગીરી થશે. ઉદ્યોગકારો કે જેઓ પોતાની પ્રોડકટ મેન્યુફેકચર તો કરતાં હોય પણ એકસપોર્ટ અંગેની જાણકારી ન હોય તેઓને માર્ગદર્શન પણ આપવામાં આવશે.નવી ઓફિસના પ્રારંભ પ્રસંગે 'શ્રી સિધ્ધી વિનાયક એકસપોર્ટ'ના સર્વેશ્રી સમીર રાડીયા, દિનેશ ચેતા, શ્રી ધેર્ય રાડીયા (મો.૭૫૬૭૫ ૬૩૮૮૮) અને શ્રી જૈમીન ચેતા (મો.૯૭૨૭૭ ૧૭૪૩૭) દ્વારા મિત્ર વર્તુળ તેમજ સગા સંબંધી, સ્નેહીઓને આમંત્રણ આપ્યું છે. પ્રારંભ પ્રસંગે સર્વેશ્રી પ્રવિણભાઈ રૂપાણી, મધુરભાઈ રૂપાણી, કમલેશભાઈ જોશીપુરા, નલીનભાઈ ઝવેરી, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, રાજકોટ ચેમ્બર ઓફ કોર્મસના પ્રમુખ ગૌતમભાઈ ધમસાણીયા, રાજકોટ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ધનસુખભાઈ વોરા, ડે.કમીશ્નર ચેતનભાઈ નંદાણી, જયંતિભાઈ કાલરીયા વિ.ઉપસ્થિત રહ્યા હતા. સંચાલકો ધૈર્ય રાડીયા (મો.૯૯૭૮૧ ૭૭૭૨૨)એ સર્વે મહેમાનનું સ્વાગત કર્યુ હતું.

(4:13 pm IST)