Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

સ્વાશ્રય દ્વારા બહેનો માટે નિઃશુલ્ક હરીફાઇ

રાજકોટ મ્યુ. કોર્પો. અને રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન દ્વારા ચાલતી : સલાડ ડેકોરેશન, હેરસ્ટાઇલ, સાડી, ફરસાણ, જેવી વિવિધ સ્પર્ધાઃ ઇનામો અપાશે

 રાજકોટઃ તા.૧૦, રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન અને રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા ચાલતી સંસ્થા ''સ્વાશ્રય''દ્વારા ઓપન ફોર રાજકોટ શિર્ષક હેઠળ વિવિધ સ્પર્ધાનું આયોજન કરેલ છે.

બહેનોને સ્વનિર્ભર બનાવવા આ સંસ્થા રાજકોટના પછાત વિસ્તારમાં ચાલી રહી છે છેલ્લા ૧૪ વર્ષોથી આ સંસ્થામાં વિવિધ પ્રકારના વર્ગોમાં શિવણ, બ્યુટીપાર્લર, મહેંદી અને વાનગીની તાલીમ તેમજ વર્ષમાં જુદા-જુદા સમયે ગરબા, દાંડીયારાસ, દિયા મેકીંગ, કુકીંગ, યોગા, વિ.ના વર્કશોપનું આયોજન વાણીયાવાડી મેઇન રોડ ઉપર ગુલાલનગર-૫ ખાતે કરવામાં આવે છે.

આ વર્ષે ૨૪ ડિસેમ્બરના સોમવારના રોજ વિવિધ પ્રકારની હરીફાઇઓ જેમકે સલાડ ડેકોરેશન, હેર સ્ટાઇલ, સાડી હરીફાઇ, ફેશન શો, ફરસાણ, મહેંદી, લાંબા વાળની હરીફાઇ રાખેલ છે. આકર્ષક ઇનામો આપવામાં આવશે. હરીફાઇ  નિઃશુલ્ક છે.

 આ કાર્યક્રમમાં શ્રીમતી અંજલીબેન વિજયભાઇ રૂપાણી, મેયર બીનાબેન આચાર્ય, ડોે. દર્શીતાબેન શાહ, જીતુભાઇ વ્યાસ, આસિ. કમિશ્નરશ્રી હર્ષદભાઇ (મ્યુનિ.) પટેલ, પ્રોજેકટ બ્રાન્ચ. મેનેજર નિરજભાઇ વ્યાસ, તેમજ લોહાણા સખી મંડળના અગ્રણી બહેનો શ્રી વીણાબેન પાંધી, દમયંતિબેન વિ. ઉપસ્થિત રહેશે.

 આયોજનમાં રોટરી કલબ રાજકોટ મીડટાઉનના પ્રેસીડેન્ટ અશોકભાઇ ભટ્ટના માર્ગદર્શનમાં કલ્યાણીબેન વછરાજાની , તૃષાબેન વોરા, વર્ષાબેન ગોડ, નીતાબહેન મોટલા, ઊર્વીબેન સોલંકી, રૂપાલીબેન દેસાઇ, ડો. બાનુબહેન ધકાણ, શૈલેષભાઇ દેસાઇ,  શૈલેષભાઇ ગોટી, ડો. વિભાકરભાઇ વછરાજાની પણ માર્ગદર્શન આપી રહયા છે.

 હરીફાઇની તા.૨૪ સોમવાર સ્થળઃ ''સ્વાશ્રય'' વાણીયાવાડી મેઇન રોડ, ગુલાબનગર શેરી નં.૫, ફોનનં. (૦૨૮૧)૨૩૮૧૭૧૧ વધુ માહિતી માટે બપોરે ૨ થી ૫ અથવા મો.૯૫૫૮૦૪૩૪૩૦ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.  (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:12 pm IST)