Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

પોસ્ટમેનોપોઝલ મહિલાની અંડાશયની ગાંઠની વોકહાર્ટ હોસ્પિટલમાં સફળ સર્જરી

ગાયનેક સર્જન ડો. મનીષા સિંઘ દ્વારા લેપ્રોસ્કોપી ઓપરેશન

રાજકોટ, તા. ૧૦ : આંતરરાષ્ટ્રીય સ્તરની સારવાર અને સુવિધા પૂરી પાડતી એન.એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ ખાતે તાજેતરમાં ગાયનેક લેપ્રોસ્કોપી સર્જન ડો. મનીષા  સિંઘ પટેલ દ્વારા સવિતાબેન વેકરીયા (નામ બદલાવેલ છે) (ઉ.વ.પ૮) નામના પોસ્ટમેનોપોઝલ મહિલાનું ર૩ સેમીની મોટી અંડાશયની ગાંઠ (આશરે ૭-૮ મહિનાના ગર્ભાવસ્થા જેટલુ કદ)નું દૂરબીનથી સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવેલ.

આ ગાંઠના લીધે બીજી કોઇ તકલીફ ન હોતી, પરંતુ ગાંઠના કદમાં વધારો થતા ઓપરેશન કરાવવાનું નક્કી કરેલ. દર્દીની સંપૂર્ણ શારીરિક તપાસ અને બધા જ રિપોર્ટ જેવા કે સોનોગ્રાફી, એમ.આર.આઇ., સી.એ-૧રપ કરાવ્યા પછી એમ જાણ થતા કે આ ગાંઠ કેનસરની હોવાની શકયતા નહીવંત છે જોકે આવી ગાંઠ કેન્સરમાં પરિણમવાની શકયતા ર૦-૪૦ % હોય છે. ત્યારબાદ દૂરબીનથી આ દર્દીના બંને બાજુના અંડાશય તેમજ તેની નળી કાઢવાનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલ.

ડો. મનીષા સિંઘ પટેલે જણાવેલ હતું કે દર્દીને ઓપરેશનના દિવસથી જ હરવા ફરવાની છૂટ આપવામાં આવેલ અને ઓપરેશનના ચારથી પાંચ કલાકમાં જ પ્રવાહી ખોરાક આપવામાં આવેલ. ઓપરેશનના બીજા દિવસે દર્દીને કોઇપણ પ્રકારની તકલીફ વગર રજા આપવામાં આવેલ.

ડો. મનીષા સિંઘ પટેલના જણાવ્યા મુજબ આ કિસ્સામાં અંડાશયની ગાંઠ સૌમ્ય હોવાનું રિપોર્ટમાં માલૂમ પડેલ જે અંડાશયની સૌથી સામાન્ય ગાંઠ છે. આ પ્રકારની ગાંઠ કેન્સરમાં પરિવર્તીત થવા સિવાય તેના મોટા કદને લીધે દર્દીને અન્ય તકલીફો જેમ કે કબજીયાત, ઉલ્ટી થવી, ઉબકા, અપચો, ગાંઠમાં હેમરેજ થવુ, ગાંઠ ફાટીને પેટમાં દુઃખાવો થવો વિગેરે થઇ શકે છે. જે દર્દીની રોજબરોજની જીંદગીમાં અડચણો ઉભી કરી શકે છે.

આ પ્રકારની તકલીફ જો અંડાશયની ગાંઠના કિસ્સામાં જણાય તો તરત જ દર્દીએ ગાયનેક ડોકટરનો સંપર્ક સાધવો જોઇએ તેમ ડો. મનીષા સિંઘે જણાવેલ.

(4:08 pm IST)