Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

નૂતન દીક્ષિત પરમ આરાધ્યાજી મહાસતિજીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

રાજકોટઃ ગઇ કાલે પરમ આરાધ્યાજી મ.સ.ને મસ્તક ઉપર ગંભીર ઈજા પહોંચેલ.દેવ,ગુરુ અને ધર્મની અસીમ કૃપાથી સંયમ મહોત્સવ સંપન્ન થયો. અસહ્ય વેદના વચ્ચે પણ એક ઊંચ કોટિના આત્માએ દર્શન કરાવીને જિન શાસનની ખરા અર્થમાં આન, બાનને શાન વધારી. અનેક વૈરાગી આત્માઓના વૈરાગ્યના ભાવ વર્ધમાન બનાવ્યા. સમભાવ, સમતા, સહિષ્ણુતા પરમ આરાધ્યાજીએ દિદાર કરાવ્યા.આગમમાં આવતી અનેક બોધકથાઓ પંચમ આરામાં ચતુર્વિધ સંઘને નજર સમક્ષ સૌને લાવી દિધી. ૧૬ વર્ષના આ આત્માએ શોર્ય, વીરતા, ખમીરી અને ખૂમારીના દર્શન કરાવ્યા. હોસ્પિટલના બીછાને હતા ત્યારે આ આત્માના શબ્દો હતા ''કિં પરમ મરણં શય્યા'' એટલે કે મરણથી વધારે શું થવાનું છે ? શાસન દેવની કૃપાથી પરમ આરાધ્યાજી મ. શાતામાં છે.

આજરોજ તા.૧૦ ના તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલ છે. રોયલ પાર્ક ઉપાશ્રયમાં લઈ આવવામા આવેલ છે. ડોકટરોએ આરામની સલાહ આપવામાં આવી છે.દર્શનાર્થીઓએ ભાવથી દર્શન કરવા.પ્રત્યક્ષ દર્શનનો આગ્રહ ન રાખવા વિનંતી કરવામાં આવેલ છે.

(3:53 pm IST)