Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

રાજકોટના વેપારી સામે કોપીરાઇટ અને ડીઝાઇન એકટ હેઠળ થયેલ ફરિયાદ-ચાર્જશીટ રદ કરવા હુકમ

આ પ્રકારના વિવાદમાં ફોજદારી કેસ કરવાના પ્રબંધો નથીઃ હાઇકોર્ટનો ચુકાદો

રાજકોટ તા.૧૦: રાજકોટના વેપારી સામે ધી ડિઝાઇન એકટ તથા ધી કોપીરાઇટર એકટ હેઠળ થયેલ પોલીસ ફરીયાદ તથા ચાર્જશીટ રદ કરવાનો ગુજરાત હાઇકોર્ટ મહત્વનો ચુકાદો આપેલ હતો.

આ કેસની હકિકત એવી છે કે રાજકોટમાં ડીવાઇન ઓવરસીઝ ઇન્ડીયા નામની પેઢીના માલીક રાકેશભાઇ વિઠલભાઇ ભાલારાએ રાજકોટમાં શ્રી હરી સ્ટીલ હાર્ડવેર  નામથી કાચ ફીટીંગનો લગતી પેઇચ ફીટીગનો વેપાર કરતા વિજયભાઇ વશરામભાઇ પાદરીયા સામે તા.૩૦-૧-૧૪ના રોજ ભકિતનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરેલ હતી કે આરોપીએ ફરીયાદીની કાચ ડીટીંગને લગતી પેઇચ ડીટીંગની ડિઝાઇન એકટ હેઠળ રજીસ્ટર્ડ થયેલ બે ડીઝાઇન જેના રજીસ્ટ્રેશન નં.૨૫૧૨૯૮ તથા ૨૫૧૨૯૯ છે તે ડીઝાઇનની આરોપીએ ફરીયાદની કોઇપણ પરમીટ વગર તેની ડાય બનાવડાવી ફરીયાદીની ડીઝાઇન જેવીજ ડીઝાઇનની ડુપ્લીકેટ નકલ કરી હલકી ગુણવતાવાળુ માલ બનાવી ફરીયાદીની રજીસ્ટર્ડ ડીઝાઇનની ઉઠાંતરી કરી મોટા પાયે તેનો ઉત્પાદન અને વેચાણ કરી ફરીયાદીની રજીસ્ટર્ડ ડીઝાઇનની ઉઠાંતરી કરી મોટા પાયે તેનો ઉત્પાદન અને વેચાણ કરી ફરીયાદીને આર્થીક નુકશાન પહોંચાડે છે. સદર ફરીયાદી અનુસંધાને પોલીસ દ્વારા આરોપીની અકટ કરવામાં આવેલ હતી. તેમજ આરોપી પાસેથી પેઇચ ફીટીંગ બનાવવાની ડાઇઓ તથા તૈયાર પેઇચ ડીટીંગ મળી કુલ રૂ.૨,૨૪,૦૦૦નો મુદામાલ કબ્જે કરેલ હતો અને સદર ગુન્હાની તપાસ પુરી થતા આરોપી વિરૂધ્ધ ઇન્ડીયન પીનલ કોડ કલમ-૪૮૩ અને ૪૮૫, ધી ડીઝાન એકટ કલમ-૧૧ અને ૨૨ તેમજ કોપી રાઇટ એકટની કલમ-૬૩,૬૪,૬૫ હેઠળ ચાર્જશીટ દાખલ કરેલ હતી.

તેમની સામે થયેલ ઉપરોકત પોલીસ ફરીયાદ તથા ચાર્જશીટ રદ કરવા વિજયભાઇ વશરામભાઇ પાદરીયાએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરેલ હતી. આ અરજીની સુનાવણી વખતે અરજદારના એડવોકેટએ દલીલ કરેલ હતી કે આરોપી સામેના આક્ષેપો જોતા ફરીયાદીની ડીઝાઇન એકટ હેઠળ રજીસ્ટર્ડ થયેલ બે ડીઝાલનની ડુપ્લીકેટ કરેલ હોવાના આક્ષેપો હોય જેથી કરીને આરોપી સામે માત્ર ડીઝાન  એકટ હેઠળજ કાર્યવાહી થઇ અને કોપીરાઇટ એકટ હેઠળ આરોપી સામે કોઇ ગુન્હો દાખલ થઇ શકે નહી તેમજ ડીઝાઇન એકટની જોગવાઇઓ  જોવામાં આવે તો તેમાં ફોજદારી કાર્યવાહી કરવાના કોઇ પ્રબન્ધો કરવામાં આવે ન હોય આરોપી સામેની પોલીસ ફરીયાદ તથા ચાર્જશીટ રદ્દ થવા પાત્ર છે. અરજદારના એડવોકેટએ તેમની દલીલના સમર્થનમાં સુપ્રીમકોર્ટ તથા વિવિધ હાઇકોર્ટના ચુકાદાઓ ઉપર આધાર રાખી વિજયભાઇ વશરામભાઇ પાદરીયા વિરૂદ્ધની પોલીસ ફરીયાદ તથા ચાર્જશીટ રદ્દ કરવા રજુઆત કરેલ હતી. રેકર્ડ પરના પુરાવાઓ તેમજ બંન્ને પક્ષકારોના વકીલોની દલીલો ધ્યાને લઇ ગુજરાત હાઇકોર્ટએ વિજયભાઇ વશરામભાઇ પાદરીયા સામે થયેલ પોલીસ ફરીયાદ તથા ચાર્જશીટ રદ્દ કરવા હુકમ ફરમાવેલ છે. આ કેસમાં અરજદાર વતી રાજકોટના એડવોકેટ શ્રી બ્રિજેશ પરમાર તથા અમદાવાદના એડવોકેટશ્રી હેમલ શાહ રોકાયેલા હતા.

(3:49 pm IST)