Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

આત્મીય યુનિ. સાથે બી.કોમ. લોજિસ્ટિકસ માટે કરાર

ધો.૧૨ પછી ત્રણ વર્ષનો કોર્ષ : કોર્ષ દરમિયાન સધન ઓદ્યોગીક તાલીમઃ રોજગારની ગેરંટી

રાજકોટ તા ૧૦ : ભારત સરકારનૉ કોશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય અંતર્ગત રચાયેલ લોજિસ્ટિકસ સેકટર કાઉન્સિલે રોજગારીની ગેરંટી સાથેના અભ્યાસક્રમ માટે આત્મીય યુનિવર્સિટી સાથે સમજુતિ કરી છે. લોનિસ્ટિકસ સેકટર કાઉન્સીલે આ પ્રકારે સમજૂતિ માટેસમગ્ર દેશમાંથી સર્વપ્રથમ આત્મીય યુનિવર્સિટીની પસંદગી કરી છે. આ સમજૂતિ અંતર્ગત આત્મીય યુનિવર્સિટીમાં બી.કોમ. લોજિસ્ટિકસનો અભ્યાસક્રમ આગામી શૈક્ષણિક વર્ષથી શરૂ કરવામાં આવશે.

ભારત સરકારની લોજિસ્ટિકસ સેકટર કાઉઝસીલ પ્રથમ તબક્કામાં સમાગ્ર શમાંથી માત્ર પંદર યુનિવર્સિટી કે સંસ્થાઓ સાથે સમજૂતી કરનાર છે.

આ સમજૂતી હેઠળ એપ્રેન્ટિસ એકટ ૧૯૬૧ માં સુચવ્યા મુજબ લોજિસ્ટિક સેકટરની માંગ પ્રમાણેનો અભ્યાસક્રમ બી.કોમ. લોજિસ્ટિકસ સમગ્ર દેશમાં સોપ્રથમ આત્મીય યુનિવર્સિટીમાં શરૂ કરવામાં આવશે. ત્રણ વર્ષના આઅભ્યાસક્રમમાં પહેલુ, ત્રીજુ અને પાંચમું સેમેસ્ટર આત્મીય યુનિવર્સિટી ખાતે જયારેબીજુ, ચોથુ અને છઠુ સેમેસ્ટર વિદ્યાર્થીઓએ વિષયને અનુરૂપ  ઉદ્યોગમા એેપ્રેન્ટિસ તાલીમ લેવાની રહેશે.

આ બીજા, ચોથા અને છઠ્ઠા સેમેસ્ટરમાં વિદ્યાર્થીને એપ્રેન્ટિસ એકટ પ્રમાણે શહેર ના ગ્રેડ મુજબ માસિક રૂ. ૫૦૦૦/- થી માંડીને રૂ.૧૦૦૦૦/- સ્ટાયપંડ આપવામાં આવશે. અભ્યાસક્રમ સફળ રીતે પુરો કરનાર વિદ્યાર્થીનેમાસિક રૂ.૨૦૦૦૦/- થી લઇને રૂ.૨૫૦૦૦/- ના પગારથી યોગ્યતા પ્રમાણેની કંપનીમાં સુપરવાઇઝર, મેનેજર કે તેનાથી ઉંચા પદેચોક્કસ રોજગારીની ગેરંટી આપવામાંઆવે છે.

આત્મીય યુનિવર્સિટીના પ્રોચાન્સેલર પ્રો. શીલા રામચંદ્રનના જણાવ્યા મુજબ આ સમજૂતી અનુસાર અભ્યાસક્રમ અને તેની શૈક્ષણિક સામગ્રી લોનિસ્ટિકસ સેકટર કાઉન્સિલ કે જેમાં વિવિધ ઉદ્યોગોના દિગ્ગજો સામેલ છે તેના દ્વારા તૈયાર કરવામાં આવશે. ઉદ્યોગોની માંગપ્રમાણેના વિષ્ય ઓફર કરવામાં આવશે, તેમાં વિદ્યાર્થીએ પસંદગી કરવાની રહેશે.

આત્મીય યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. સંથાનકૃષ્ણના કહેવા મુજબ લોજિસ્ટિકસ સેકટરમાં હાલ જે વિકાસ થઇ રહ  ્યો છે તેને જોતા કુશળ માનવશકિતની ભારે અછત છે. આ ક્ષેત્રમાં વેરહાઉસ, લેન્ડ ટ્રાન્સપોર્ટ, પોર્ટ ટ્રાન્સપોર્ટ, એર કાર્ગો ઓપરેશન, શિપીંગ, કોલ્ડ સ્ટોરેજ ચેઇન, રેલ્વે લોજિસ્ટિકસ, આંતરિક જળમાર્ગો, લિકિવડ લોજિસ્ટિકસ, ઇન્કોમર્સ એકસપોર્ટ-ઇમ્પોર્ટ, કસ્ટમ કલીયરન્સ, ફ્રેઇટ મેનેજમેન્ટ, કુરિયર ફેસિલીટી વગેરે સાથે સંકળાયેલ કંપનીઓનો સમાવેશ થાય છે. આગામી સમયમાં ભારત સરકારે સમગ્ર દેશમાં પાંત્રીસ મલ્ટીમોડયુલ લોજિસ્ટિકસ પાર્કસની યોજના બનાવી છે. તે માટે કુશળ માનવશકિતના સર્જન માટે રોજગારીની ગેરંટી આપતો આ અભ્યાસક્રમ શરૂ થઇ રહ્યો છે.

આ સમજૂતિ (Mou) નું લોજિસ્ટિક કાઉન્સિલના એકેડેમિ કન્સલ્ટન્ટ પ્રો.એસ. ગણેશન અને આત્મીય યુનિ. ના પ્રોવોસ્ટ પ્રો સંથાનકૃષ્ણને, પ્રોચાન્સેલર પ્રો. શીલા રામચંદ્રન અને પ્રોજેકટ એસોસિએટ ગાયત્રી હરિશની હાજરીમાંઆદાન પ્રદાન કર્યુ હતું. સમગ્ર કાર્યવાહીનું સંકલ્ન ડેપ્યુટી રજીસ્ટ્રાર પ્રો. આશિષ કોઠારીએ કર્યુ હતું.

આત્મીય યુનિ. ના સંવાહક પૂજય ત્યાગવલ્લભ સ્વામીએ પણ હર્ષની લાગણી વ્યકત કરતાં આ સમજૂતિથી વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શૈક્ષણિક સુવિધાઓ દ્વારા સારામાં સારી રોજગારી માટે સક્ષમ બનાવવાના તેમજ સંસ્કારસિંચન દ્વારા સમાજ જીવનને ઉચ્કૃષ્ઠ બનાવવાના યજ્ઞમાં આ સમજૂતિ આહુતીરૂપ ગણાવી છે.

(3:49 pm IST)