Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

રૂ. બે લાખ ૯૦ હજારનો ચેક પાછો ફરતા આરોપીને હાજર થવા સમન્સ

રાજકોટ તા.૧૦: રાજકોટના નયનભાઇ અમિતભાઇ સોલંકી વિરૂદ્ધ રૂ. ૨,૯૦,૦૦૦/-નો ચેક રીટર્ન થતા રાજકોટની કોર્ટમાં ચેક રીટર્ન થવા બદલ આરોપી નયનભાઇ અમિતભાઇ સોલંકી વિરૂદ્ધ ફરીયાદ થતા કોર્ટ દ્વારા સમન્સ ઇસ્યુ કરવામાં આવેલ છે.

ફરીયાદીની ટુંકમાં વિગત એવી છે કે ફરીયાદી કિશોરભાઇ કાનજીભાઇ જરીયાએ આરોપી નયનભાઇ અમિતભાઇ સોલંકીને ડીસેમ્બર-૨૦૧૬માં રૂ. ૨,૯૦,૦૦૦/- મિત્રતાનો સંબંધ હોય વગર વ્યાજે હાથ ઉછીના આપેલા ત્યારબાદ ફરીયાદીએ આરોપીને આપેલ હાથ ઉછીની રકમની પરત માંગણી કરતા આરોપીએ ફરીયાદીને રૂ. ૨,૯૦,૦૦૦/- નો ચેક આપેલ જે ચેક ફરીયાદીએ પોતાની બેંકમાં વટાવવા નાખતા ચેક વટાવાયા વગર ''ફંડ ઇન્સફીસીયન્ટ'' ના શેરા સાથે પરત ફરતા.

ફરીયાદીએ પોતાના એડવોકેટ મારફત ચેક રીટર્ન થયા અંગેની ડીમાન્ડ નોટીસ પાઠવવા છતાં નોટીસમાં જણાવેલ સમયમાં આરોપીએ ફરીયાદીને ચેક મુજબની રકમ ન ચુકવતા ફરીયાદી એ આરોપી વિરૂદ્ધ રાજકોટના એડી.ચીફ. જયુ. મેજી. સાહેબની કોર્ટમાં '' ધી નેગોસ્યેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ'' ની કલમ ૧૩૮ મુજબની ફરીયાદ દાખલ કરેલ જે ફરીયાદ કોર્ટ રજીસ્ટર લઇ આરોપી નયનભાઇ અમિતભાઇ સોલંકીને કોર્ટમાં હાજર રહેવા સમન્સ ઈસ્યુ કરેલ છે.

આ કામમાં ફરીયાદી કિશોરભાઇ જરીયા વતી રાજકોટના ધારાશાસ્ત્રી હિતેશભાઇ આર.ભાયાણી રોકાયેલ છે.

(3:46 pm IST)