Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

કોર્પોરેશનના ચોપડે એક વર્ષમાં ૪૫૪૫ વરઘોડિયાઓની નોંધણીઃ ૨.૩૩ લાખની આવક

રાજકોટ, તા. ૧૦ :. વર્ષ ૨૦૦૧ પછી લગ્નની નોંધણી ફરજીયાત બની છે અને જે તે વિસ્તારની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં આ લગ્ન નોંધણી થાય છે. રાજકોટમાં પણ શહેરની હદમાં થયેલા લગ્નની નોંધણી મ્યુ. કોર્પોરેશનની કચેરીમાં થઈ રહી છે. જે અંતર્ગત ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૪૫૪૫ વરઘોડીયાઓની લગ્ન નોંધણી થઈ ચૂકી છે. જેના થકી નોંધણી ફીની કુલ રૂ. ૨,૩૩,૭૪૫ની આવક તંત્રને થઈ છે.

આ અંગે કોર્પોરેશને સત્તાવાર જાહેર કરેલા આંકડામાં વર્ષ ૨૦૧૮માં જાન્યુઆરીમાં ૩૭૪, ફેબ્રુઆરીમાં ૩૭૬, માર્ચમાં ૪૭૩, એપ્રિલમાં ૪૮૭, મે મહિનામાં ૫૯૩, જૂનમાં ૫૩૦, જુલાઈમાં ૪૨૪, ઓગષ્ટમાં ૪૮૦, સપ્ટેમ્બરમાં ૨૭૬, ઓકટોબરમાં ૨૯૪, નવેમ્બરમાં ૧૯૩ અને ડીસેમ્બરમાં આજ સુધીમાં ૩૭ આમ આખા વર્ષ દરમિયાન સૌથી વધુ લગ્ન નોંધણી એપ્રિલમાં થઈ છે. આ ઉપરાંત આખા વર્ષમાં દરમિયાન કુલ ૩૮ લગ્ન નોંધની અરજીઓ ફગાવી દેવાય હતી.

(3:45 pm IST)