Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

વાવડીમાં ભુલથી ઝેરી દવા પી જતાં મધ્યપ્રદેશની બાળાનું મોત

૧૩ વર્ષની નિશાએ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૨: ગોંડલ રોડ પર વાવડી પુનિતનગર પાસે આવેલી હિતેષભાઇ ભીમજીભાઇની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ મધ્યપ્રદેશના દયારામ બર્મનની દિકરી નિશા (ઉ.૧૩)ને ઉલ્ટીઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. દયારામના કહેવા મુજબ પોતે પત્નિ, પુત્ર અને પુત્રી સાથે રાજકોટ વાડીમાં રહી મજૂરી કરે છે. ગઇકાલે અચાનક જ નિશાને પેટમાં દુઃખાવો ઉપડ્યા બાદ તેને ઉલ્ટીઓ થવા માંડી હતી અને બેભાન થઇ જતાં હોસ્પિટલમાં ખસેડી હતી. પરંતુ મોત નિપજ્યું હતું. મોતનું કારણ જાણવા પોલીસ પોસ્ટમોર્ટમ કરાવતાં ઝેરી અસરનું કારણ આવ્યું હતું. રમતાં-રમતાં ભુલથી દવા પી ગયાનું બહાર આવ્યું હતું. તાલુકાના પીએસઆઇ એસ. આર.સોલંકી અને રાઇટર ફિરોઝભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૫)

(3:43 pm IST)