Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

દારૂના ગુન્હામાં તડીપાર કરાયેલો જંગલેશ્વરનો સલીમ ઉર્ફે ગધો પકડાયો

કુવાડવા પોલીસે તડીપાર અજય મકવાણાને દબોચ્યો

રાજકોટ તા. ૧ ૦: શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર સિધ્ધાર્થ ખત્રી તથા ડીસીપી રવી મોહન સૈની ની સુચનાથી ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી. કે. ગઢવી તથા પીએસઆઇ પી. એમ. ધાખડા, હેડ કોન્સ. પ્રતાપસિંહ, મહેન્દ્રસિંહ, ભાવેશભાઇ, વિક્રમભાઇ, દેવાભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે દારૂના ગુનામાં તડીપાર કરાયેલા સલીમ ઉર્ફે ગધો જુમ્માભાઇ માલાણી (ઉ.વ.૩૦) (રહે. જંગલેશ્વ્ર આર.એમ.સી. કવાર્ટર બ્લોક નં. ૬-કવાર્ટર નં. ૬૩) ને પકડી લીધો હતો.

 

જયારે બીજા બનાવમાં કુવાડવા રોડ પોલીસ મથકના પી.આઇ. એમ. ડી. ચંદ્રવાડીયા તથા પી.એસ.આઇ. વી. પી. આહીર, એએસઆઇ. આર. કે. ડાંગર, દિલીપભાઇ, મનીષભાઇ, દેવેન્દ્રસિંહ, હિતેશભાઇ અને હરેશભાઇ સહિતે પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે તડીપાર કરાયેલો અજય વાયભાઇ મકવાણા (ઉ.વ. ર૧) (રહે. નવાગામ આણંદપર) ને પકડી લીધો હતો. (૭.૧૧)

(3:43 pm IST)