Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

સફાઇ-આરોગ્ય-ટી.પીના પ્રશ્ને ૧૮મીએ જનરલ બોર્ડમાં તડાપીટ બોલશે

ભાજપના-૧૩ અને કોંગ્રેસના ૨૧ કોર્પોરેટરો દ્વારા મોબાઇલ ટાવર, ફુડ ચેકીંગ, માં અમૃતમ કાર્ડ, આરોગ્ય કેન્દ્રની સંખ્યા, કોર્પોરેશનનાં કોમ્યુનીટી હોલમાં ક્રશર મશીન અને ફાયર સેફટીના સાધનો છે કે નહી સહિતનાં ૭૦ પ્રશ્નો રજૂ કર્યાઃ કોંગ્રેસના કોર્પોરેટરના પ્રશ્નથી પ્રથમ ચર્ચા

રાજકોટ તા.૧૦ આગામી તા. ૧૮ ડિસેમ્બરના જનરલ બોર્ડ મળનાર છે. જેમાં ભાજપ-કોંગ્રેસનાં કુલ ૩૪ કોર્પોરેટરો દ્વારા, સફાઇ, બાગ-બગીચા, પાણી, આરોગ્ય, આવાસ યોજના સહિતની બાબતોનાં ૭૦ પ્રશ્નો રજૂ કર્યા છે. આ બોર્ડમાં વોર્ડ નં.૪નાં કોગી કોર્પોરેટર રેખાબેન જાદવનાં પ્રશ્નથી ચર્ચાનો પ્રારંભ થશે.

મ્યુ.કોર્પોરેશનની દર બે મહિને મળતી સામાન્ય સભા આગામી તા.૧૮ ડિસેમ્બર મંગળવારનાં રોજ સવારે ૧૧ કલાકે મ્યુ.કોર્પોરેશનનાં પ્રથમ માળે આવેલ રમેશભાઇ છાયા સભાગૃહમાં મેયર બીનાબેન આચાર્યનાં અધ્યક્ષ સ્થાને મળનાર છે. આ બોર્ડમાં ભાજપ-કોંગ્રેસનાં કુલ ૩૪ કોર્પોરેટર દ્વારા કુલ ૭૦ પ્રશ્નો રજૂ કર્યા છે.

જેમાં કોંગ્રેસના રેખાબેન ગજેરાએ આરોગ્ય કોંગ્રસના સંજયભાઇ અજુડીયા-વો.વ.બાંધકામ, ભાજપના મનીષભાઇ રાદડીયા-આરોગ્ય, ભાજપના મુકેશભાઇ રાદીયા એસ્ટેટ, મહેકમ કોંગ્રેસ ઘનશ્યામસિંહ જાડેજા, ડ્રેનેજ, આવાસા, પરેશભાઇ હરસોડા, સો.વે.મે.ટી.પી./ટેક્ષ, પી્રતિબેન પનારા-સો.વે.. અંજનાબેન મોરજરીયા-રોશની વિજીલન્સ, રવજીભાઇ ખીમસુરીયા-એસ્ટેટ, બાંધકામ-વો.વ. બી.બી.આહીર-મેલેરિયા, શોપ, રૂપાબેન, શીલુ-ટી.પી. દેવુબેન જાદવ-સો.વે.મે.શો, અશ્વિનભાઇ ભોરણીયા, ઇ.ડી.પી. મહેકમ, ઇ.ડી.પી. , રાજુભાઇ અઘેરા-વેરા વસુલાત, સો.વે.મે., અનિતાબેન ગોસ્વામી-વો.વ. બાંધકામ, જયમીનભાઇ ઠાકર, સ્ટોર, વો. વા/બાંધકામ, ડો. દર્શિતાબેન શાહ, એસ્ટેટ, ટી.પી./ટેક્ષ, નિર્મલભાઇ મારૂ-બાંધકામ-આરોગ્ય, આરોગ્ય, મનસુખભાઇ કાલરીયા-સો.વે.મે.એસ્ટેટ, એસ્ટેટ જાગૃતિબેન ડાંગર-આવાસ ટી.પી., અજયભાઇ પરમાર ટેક્ષ-આવાસ, ઘનશ્યામભાઇ સાગઠીયા-આવાસ, મહેકમ, એસ્ટેટ, મકબુલભાઇ દાઉદાણી, સો.વે.મે. ગીતાબેન ડી. પુરબીયા, સો.વે.મે. ઉર્વશીબા જાડેજા, બાંધકામ, વો.વ./ડ્રેનેજ આરોગ્ય, વસંતબેન માલવી-શોપ ટી.પી., દિલીપભાઇ આસવાણી મહેકમ અતુલભાઇ રાજાણીએ મહેકમ  વગેરે પ્રશ્નો રજુ કર્યા છે.

૧૧ દરખાસ્તો

આ ઉપરાંત જનરલ બોર્ડમાં ઓનલાઇન પેમેન્ટમાં વળતર આપવા, મેડીકલ ઓફીસ (આયુર્વેદ)ની હંગામી જગ્યાને કાયમી કરવા, કાર્પેટ એરિયા, આધારીત વેરા-પદ્ધતિના નિયમોમાં ફેરફાર અંગે સહિતની ૧૧ દરખાસ્તો અંગે નિર્ણય કરાશે.

કયા વિભાગના કેટલા પ્રશ્નો?

 સોલીડવેસ્ટ-૦૮

 આરોગ્ય -૦૭

 મહેકમ-૦૭

 ટાઉનપ્લાનીંગ-૦૭

 બાંધકામ-૦પ

 શોપ-૦૩

 ટેક્ષ-૦ર

 એસ્ટેટ-૦પ

 વોટર વર્કસ-૦૪

 આવાસ, સ્ટોર, વિજીલન્સ, મેલેરીયા (રોશની તથા ગાર્ડનના એક-એક પ્રશ્નો પુછાયા

(3:32 pm IST)