Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

સુરતના ઠગાઇના ગુનામાં એક વર્ષથી ફરાર હિતેષ ભુવા પકડાયો

રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાંચે શાપરથી શોધી કાઢ્યો

રાજકોટ તા. ૧૦: સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં એક વર્ષ પહેલા ઠગાઇનો ગુનો નોંધાતા ત્યારથી ફરાર થઇ ગયેલા મુળ ગોંડલના સડક પીપળીયાગામના હાલ રાજકોટ ૮૦ ફુટ રોડ પુનિતનગર પાસે સિતારામ કોમ્પલેક્ષ ફલેટ નં. ૫૦૨માં રહેતતાં હિતેષ રમેશભાઇ ભુવા (પટેલ) (ઉ.વ.૩૦)ને રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાંચે શાપર વેરાવળથી પકડી લઇ સુરત પોલીસને સોંપવા તજવીજ કરી છે. પીઆઇ એ.આર. ગોહિલ, પીએસઆઇ એસ. જે. રાણા, એએસઆઇ મહેશભાઇ જાની, અમિતસિંહ, હેડકોન્સ. મહિપાલસિંહ, અનિલભાઇ, બાલકૃષ્ણભાઇ, કોન્સ. પ્રહલાદસિંહ, ભાવેશભાઇ, અમુભાઇ, નરેન્દ્રભાઇ, સાહિલભાઇ, અનિરૂધ્ધસિંહ સહિતે આ કામગીરી કરી હતી.

(4:02 pm IST)