Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

શહેર ભાજપનું સ્નેહમિલન ૧પમીએ યોજાશે

શહેર ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજાઇ સોમવારે સાંજે ૬ કલાકે અમૃતસાગર પાર્ટી પ્લોટ, ૧પ૦ ફુટ રીંગરોડ, એ.પી.પાર્ક સામે, શહેર ભાજપના તમામ શ્રેણીના કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા કમલેશ મિરાણી, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરનો અનુરોધ

આ સ્નેહમીલનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પ્રદેશ ભાજપના સહપ્રભારી સુધીરજી ગુપ્તા, પ્રદેશ મહામંત્રી વિનોભાઇ ચાવડા, રાજયના મંત્રી જીતુભાઇ વાઘાણી, અરવિંદ રૈયાણી, પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટ, શહેર ભાજપના પ્રભારી ઝવેરીભાઇ ઠકરાર ઉપસ્થિત રહેશે

રાજકોટ તા. ૧૦ : નવા વિચારો અને નવા સંકલ્પો સાથે નુતન વર્ષના આગમનને વધાવવા અને પરસ્પર શુભેચ્છા પાઠવવા તા.૧પના સોમવારે સાંજે ૬ વાગ્યે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના અઘ્યક્ષ સ્થાને અને રાજયના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ ભાજપના સહપ્રભારી સુધીરજી ગુપ્તા, પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, રાજયના મંત્રી જીતુભાઈ વાઘાણી, અરવિંદભાઈ રૈયાણી, પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટ, શહેર ભાજપ સંગઠનના પ્રભારી ઝવેરીભાઈ ઠકરારની ઉપસ્થિતિમાં  અમૃતસાગર પાર્ટી પ્લોટ, ૧પ૦ ફુટ રીંગ રોડ, એ.પી. પાર્ક સામે, રાજકોટ ખાતે શહેર ભાજપ કાર્યકર્તાઓ, સમર્થકો અને શુભેચ્છકોનું સ્નેહમિલન યોજાશે. જેમાં  ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા કાર્યકર્તા, શુભેચ્છકોને નુતન વર્ષની શુભેચ્છા પાઠવશે. આ સ્નેહમિલનની પૂર્વતૈયારીના ભાગરૂપે શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અઘ્યક્ષતામાં તેમજ સાંસદ રામભાઈ મોકરીયા, ગુજરાત ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારઘ્વાજ, મેયર ડો. પ્રદિપભાઈ ડવ, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુ  કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રિંસંહ ઠાકુર, કશ્યપ શુકલ, રક્ષાબેન બોળીયા, ભાનુબેન બાબરીયાની   ઉપસ્થિતિમાં એક બેઠક મળી હતી.

આ બેઠકમાં માર્ગદર્શન આપતા કમલેશ મિરાણી, રામભાઈ મોકરીયા તથા ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે નુતન વર્ષ સર્વક્ષેત્રમાં શુભકારી, હિતકારી અને સુખાકારી રહે તેવી શુભકામનાઓ સાથે નુતન વર્ષને વધાવવા શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓ, શુભેચ્છકો, સમર્થકોનું સ્નેહમિલન યોજાનાર છે જેમાં રાજયના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ ભાજપના સહપ્રભારી સુધીરજી ગુપ્તા, પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, રાજયના મંત્રી જીતુભાઈ વાઘાણી, અરવિંદ રૈયાણી, પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટ, શહેર ભાજપના પ્રભારી ઝવેરીભાઈ ઠકરાર સહીતના અગ્રણીઓ   ઉપસ્થિત કાર્યકર્તાઓ, શુભેચ્છકો, સમર્થકોને નુતન વર્ષની શુભેચ્છા પાઠવશે. આ નુતન વર્ષ સ્નેહમિલનને વધાવવા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે અને વોર્ડવાઈઝ કાર્યકર્તાઓને નિમંત્રણ પણ પાઠવવામાં આવી રહયા છે તેમજ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી રહી છે. 

આ બેઠકમાં શહેર ભાજપના હોદેદારો,વોર્ડ પ્રભારી– પ્રમુખ–મહામંત્રીઓ, મોરચા પ્રમુખ–મહામંત્રીઓ સહીતના ઉપસ્થિત રહયા હતા તેમજ આ બેઠકની સંપુર્ણ વ્યવસ્થા શહેર ભાજપ કોષાઘ્યક્ષ અનિલભાઈ પારેખ તેમજ શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષીએ સંભાળી હતી.

(4:01 pm IST)