Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

રેસકોર્ષ રીંગ રોડ પર હિટ એન્ડ રનઃ કારચાલક એકટીવાને ઉલાળીને ભાગી જતાં હિતેષભાઇ અને ભત્રીજાને ઇજા

રાજકોટઃ ગોડાઉન રોડ પર શેરી નં. ૨૯માં રહેતાં હિતેષભાઇ વિજયભાઇ ડોડીયા (ઉ.૩૪) તેના પત્નિ અને ભત્રીજા આરવને એકટીવામાં બેસાડી રેસકોર્ષ રીંગ રોડ પર સરદાર વલ્લભભાઇના સ્ટેચ્યુ સામેથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે અજાણી કારનો ચાલક પાછળથી ઠોકરે લઇ ભાગી જતાં હિતેષભાઇ અને તેના ભત્રીજાને ઇજા થઇ હતી. પ્ર.નગરના એએસઆઇ હરેશભાઇ રત્નોતરે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(11:52 am IST)