Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

પોલીસ પ્રજાનો મિત્ર...સુત્રને સાર્થક કરતી રાજકોટ પોલીસઃ ફટાકડાથી લાગેલી આગમાં ઝૂપડા ઘરવખરી ખાક થઇ જતાં પોલીસે દેવીપૂજક પરિવારોને ઘરવખરી આપી અને ભોજન કરાવ્યું

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, એસીપી પ્રદિપસિંહ જાડેજાની રાહબરીમાં ભકિતનગર પી.આઇ વી. કે. ગઢવીએ બોલબાલા સંસ્થાની મદદથી સેવાધર્મ બજાવ્યો

રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા સયુંકત પોલીસ કમિશ્નરશ્રી સિદ્ઘાર્થ ખત્રી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને 'પોલીસ પ્રવજાનો મિત્ર છ' એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા શહેરના પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ...ં

દિવાળીના દિવસે રાતે જંગલેશ્વર પાસે ફટાકડા ના લીધે દેવીપૂજક સમાજના લગભગ સાતેક જેટલા કાચા ઝૂંપડાઓ બળી ને રાખ થઈ ગયેલા. આ અચાનક ફટાકડાના કારણે લાગેલ આગમાં ત્યાં વસતા શ્રમિક દેવી પૂજક પરિવારનો ઘરવખરીનો સામાન પણ બળી ગયેલ અને સાત જેટલા પરિવારો રસ્તા ઉપર આવી ગયેલા હતા. દિવાળીના દિવસે જ આ બનાવ બનતા તેની જાણ થતાં રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ જોઇન્ટ પોલીસ સિદ્ઘાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની,એસીપી પ્રદિપસિંહ જાડેજાએ પોલીસને કરવાની થતી કાયદેસરની કાર્યવાહી ઉપરાંત ભોગ બનનારઙ્ગ કુટુંબોને માનવતાની રીતે પણઙ્ગ જરૃરીઙ્ગ મદદ કરવા માટેઙ્ગ સૂચના આપેલ હતી.

ત્યારબાદ એકાએક આવી પડેલ આફતથી તહેવારોના સમયમાં આ શ્રમિક દેવીપૂજક પરિવારની હાલત કફોડી થઈ જતા, તેમની આ પરિસ્થિતિ જોઇને ભકિતનગર પોલીસ ઇન્સ્પેકટર વી.કે.ગઢવી તથા સ્ટાફ દ્વારા તેઓને મદદ કરવાનું નક્કી કરેલ હતું અને કોઈપણ ભોગે આ તમામ પરિવારની જીવનની ગાડી પાટે ચડાવવા નક્કી કરવામાં આવેલ. આ માટે ભકિતનગર પોલીસ ઇન્સ્પેકટર વી.કે.ગઢવી તથા સ્ટાફ દ્વારા રાજકોટ શહેરમાં સેવાકીય પ્રવૃત્ત્િ। માટે જાણીતી સંસ્થા બોલબાલા ટ્રસ્ટના જયેશભાઇ ઉપાધ્યાય નો સંપર્ક કરેલ અનેઙ્ગ આ લોકોને સહાય પૂરી પાડવા માટે જાણ કરતા, તાત્કાલિક જયેશભાઈ તેમની સમગ્ર ટીમ લઈ અને તમામ બેઘર બનેલા લોકોને જીવન જરૃરિયાતની કપડાં લતા, વાસણ, જેવી તમામ ચીજ વસ્તુઓ પૂરી પાડેલ હતી. બોલબાલા ટ્રસ્ટના જયેશભાઇ ઉપાધ્યાય તથા બોલબાલા ટ્રસ્ટ ની સમગ્ર ટીમ ભોગ બનનાર શ્રમિક દેવીપૂજક પરિવારને અનાજ, પહેરવાના કપડા, ઓઢવા પાથરવાનું સામાન, નાસ્તો તેમજ જીવન જીવવા માટે જરૃરી પ્રાથમિક જરૃરિયાતની તમામ વસ્તુઓ પૂરી પાડેલ હતી. આ ઉપરાંત, જયાં સુધી તેમના રહેણાક પાછા બની ન જાય ત્યાં સુધી દરરોજ બે ટાઈમ ભોજન પણ પૂરું પાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવનાર છે.

આમ, દિવાળીના તહેવારોના સમયે ફટાકડાના કારણે અકસ્માત આગ દ્વારા ભોગ બનેલા શ્રમિક પરિવારોની પરિસ્થિતિ જોઈ, લાગણીશીલ અને સંવેદનશીલ બની, રાજકોટ શહેર પોલીસ દ્વારા સાહિષ્ણુતાભરી કાર્યવાહી કરી, બોલબાલા ટ્રસ્ટના જયેશભાઇ ઉપાધ્યાયનો સંપર્ક કરી, સેવાનું ઉત્ત્।રદાયિત્વ નિભાવી, ભોગ બનનાર શ્રમિક પરિવારની જીવનની ગાડીને પાટે ચડાવવામાં અગત્યની ચાવીરૃપ ભૂમિકા ભજવવામાં આવેલ છે. તહેવારોના સમયમાં રસ્તા ઉપર આવી ગયેલ શ્રમિક પરિવારની પડખે ઉભા રહી, રાજકોટ શહેર પોલીસ દ્વારા પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્ર સાર્થક કર્યુ હતું.

(12:49 pm IST)