Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

જાહેરનામાનો ભંગ કરનારા વેપારીઓ સહીત ૮૦ ઝડપાયા

ડ્રોન કેમેરાની મદદથી પાંચ, બાઇક પર ત્રીપલ સવારી નીકળેલા ચાલકો અને રીક્ષા ચાલકો પણ દંડાયા

રાજકોટ, તા., ૧૦: શહેરમાં કોરોના મહામારીના પગલે જાહેર કરાયેલા જાહેરનામાના અમલ માટે પોલીસ સક્રિય કામગીરી કરી રહી છે. જેમાં ગઇકાલે અલગ-અલગ વિસ્તારમાં દુકાન બહાર ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનાર વેપારીઓ તથા રીક્ષા અને કારમાં વધુ મુસાફરોને લઇ નીકળેલા ચાલકો સહીત ૮૦ લોકોને પકડી કાર્યવાહી કરવામાં આવી છે જેની વિગતો આ મુજબ છે.

એ ડીવીઝન પોલીસે ભુતખાના ચોક પાસેથી રીક્ષાચાલક હારૂન હાજીભાઇ જાડેજા, ત્રીકોણબાગ પાસેથી રીક્ષાચાલક અજુમ ઇસ્માઇલભાઇ ગડેરા, કોઠારિયાનાકા ચોક પાસેથી મહંમદ રફીક ઉર્ફે મુન્નો દાઉવભાઇ વીસર, રહીમ આમદભાઇ મલેક, કન્ટેઇનમેન્ટ ઝોન પ્રહલાદપ્લોટમાંથી મીતેષ રતીભાઇ રાઠોડ, યાજ્ઞીક રોડ પરથી મનોહર જેઠુભાઇ ભટ્ટી, માલવીયા ચોક પાસેથી રીક્ષાચાલક જીતેન્દ્ર મગનલાલભાઇ કોટક, લોધાવાડ ચોકમાંથી બાઇક પર ત્રીપલ સવારી નીકળેલા નિશાર અહમદ અનવરભાઇ પરમાર, ત્રીકોણબાગ પાસેથી રીક્ષાચાલક આકાશ ધનજીીભાઇ ભાખરીયા, ભૂતખાના ચોક પાસેથી એકટીવામાં ત્રીપલ સવારી નીકળેલા મનીષ રસીકભાઇ રાઠોડ આકાશ રાજેન્દ્રભાઇ સલુજા, અમીત હેમંતભાઇ મોરાણીયા, તથા બી ડીવીઝન પોલીસે પેડક રોડ ડી-માર્ટ પાસેથી ડીલક્ષપાન દુકાન ધરાવતા પ્રભાત રાણાભાઇ ખાંભરા, ડીલક્ષ ચોક પાસેથી જલારામ વેફર્સ નામની નાસ્તાની દુકાન ધરાવતા જયેશ પરસોતમભાઇ પાથર, પટેેલવાડી પાસેથી સત્સંગપાન દુકાન ધરાવતા કૃષાલ સુરેશભાઇ જવરાણી,સદ્ગુરૂ બેડ નામની દુકાન ધરાવતા કેતન વિજયભાઇ ઠકરાર, કનૈયા ટી સ્ટોલ ધરાવતા ભરતભાઇ પથુભાઇ મુંધવા, ગુરૂકૃપા એન્ટરપ્રાઇઝ નામની કરિયાણાની દુકાન ધરાવતા નાનજી જુસાભાઇ સોરઠીયા, ભગીરથ બગીચા પાસે રીંકલ પાન નામની દુકાન ધરાવતા સિધ્ધાર્થ ચંદુભાઇ સોજીત્રા, સેટેલાઇટ ચોકમાંથી બાઇક પર ત્રીપલ સવારી નિકળેલા મીહીર અશોકભાઇ સોલંકી, નિસર્ગ રાજેશભાઇ કાંજીયા, યશ મહેન્દ્રભાઇ કાછડીયા, પેડક રોડ પર મયુર ભજીયાનામની દુકાન ધરાવતા વીરમ કાનાભાઇ ચાવડા, બજરંગપાન નામની દુકાન ધરાવતા બાબુ અરજણભાઇ બાવરીયા ડ્રોન કેમેરાની મદદથી પેડક રોડ પર જામનગર સ્પે. પાન એન્ડ કોલ્ડ્રીંકસ દુકાન ધરાવતા સુભાષ જેઠાભાઇ ડાયા, રત્નદીપ ડીલક્ષ પાન નામની દુકાન ધરાવતા હિતેશ બાબુભાઇ ડાભી, પાનની દુકાન ધરાવતા કલ્પેશ કાંતીભાઇ બેલડીયા, તથા થોરાળા પોલીસે ચુનારાવાડ શેરી નં.પમાંથી હરીહર પ્રોવિઝન નામની દુકાન ધરાવતા વિનેશ પ્રભુભાઇ મિરાણી, સમીર રેસ્ટોરન્ટ ધરાવતા સતાર કાસમભાઇ થૈઇમ, ભકિતનગર પોલીસે કેનાલ રોડ પર ખેતલાઆપા ટી સ્ટોલ પાસેથી જય અરવિંદભાઇ પરમાર, કાર્તિક ભરતભાઇ કોટક, હિરેન રસીકભાઇ સુચક, રાજ ગુલાબભાઇ જાદવ, સંજય દાનાભાઇ મકવાણા, અમર સાંગાભાઇ ઝાપડા, કોઠારિયા રોડ પરથી રીક્ષા ચાલક શેરમહંમદ ઉમરભાઇ રાઉમા, સાત હનુમાન પાસેથી ભુપત બચુભાઇ ડાભી, મુકેશ વિનુભાઇ ડાભી, વિશાલ વિનુભાઇ ડાભી, સોખડા ચોકડી પાસેથી હર્ષ મનિષભાઇ વાઢેર, મૌલીક પ્રકાશભાઇ બગસરીયા, સાત હનુમાન ચેક પોસ્ટ પાસેથી જગદીશ કલ્યાણભાઇ ભાલા, સોખડા ચોકડી પાસેથી સુરેશ બાબુભાઇ સરવૈયા, સાતહનુમાન ચેકપોસ્ટ પાસેથી ગોવિંદ રામભાઇ મુંધવા, દિપક રાજેશભાઇ બાવળીયા, રોહીત દિનેશભાઇ કણસાગરા, રૂડા ટ્રાન્સપોર્ટ નગર પાસેથી રેખારામ ચંપાલાલજીભાઇ, શ્રવણ રાવતા રામજીભાઇ, રાજેશ રામજીભાઇ ભાલારા, નાનજી ગોવિંદભાઇ ભાલારા, નવાગામ આણંદપર બસ સ્ટેન્ડ પાસેથી પ્રદિપ રવજીભાઇ માણસુરીયા, પીન્ટુ કાળુભાઇ, ડાબસરા, રવી લક્ષ્મણભાઇ મેવાડા, ભરત ઘોઘાભાઇ ટોયટા, અજય શૈલેષભાઇ બોડા, ચીરાગ રમેશભાઇ માટીયા, તથા માલવીયાનગર પોલીસે ચાર, તથા પ્ર.નગર પોલીસે ચાર તથા ગાંધીગ્રામ પોલીસે આઠ રીક્ષા ચાલકો અને તાલુકા પોલીસે પાંચ તથા  યુનિવર્સિટી પોલીસે ત્રણ શખ્સોની જાહેરનામા ભંગ બદલ ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.

(3:39 pm IST)