Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

રાજકોટના પ્રતિષ્ઠીત સંઘવીના કેસમાં ૧૦૮ મોડી પડી તે અંગે રીજીયોનલ ડે. ડાયરેકટરને તપાસના આદેશો

આરોગ્ય કમિશ્નરે તપાસ સોંપીઃ એમ્બ્યુલન્સ દ્વારા ૧૩ વખત ફોન પણ કરાયા હતાઃ કલેકટર

રાજકોટ તા. ૧૦: બે દિ' પહેલા રાજકોટના પ્રતિષ્ઠીત સ્વ. શ્રી કિશોરભાઇ સંઘવીને સિવીયર હાર્ટએટેક આવ્યો, આ સમયે ૧૦૮ને ફોન કરાયો, પરંતુ ૧૦૮ મોડી પડી તે અંગે મુખ્યમંત્રીને જાણ થતા તેમણે તપાસના હુકમો કર્યા હતા.

આ પછી, આ કેસમાં રાજયના આરોગ્ય કમીશ્નર શ્રી જયંતિ રવીએ રાજકોટ ખાતે બેસતા રીજીયોનલ ડેપ્યુટી ડાયરેકટરને તપાસના આદેશો કર્યાનું કલેકટરે પત્રકારોને જણાવ્યું હતું.

તેમણે જણાવેલ કે આર.ડી.ડી. તપાસ કરી રીપોર્ટ ડાયરેકટ ગાંધીનગર મોકલશે, અને નકલ કલેકટરને આપશે.

તેમણે જણાવેલ કે ચોકકસ લોકેશન અંગે એમ્બ્યુલન્સ દ્વારા ૧૩ વખત ફોન કરાયા હતા, પરંતુ ફોન સતત એંગેંજ આવતો હતો, અને ગુગલમાં મોદી સ્કુલ સર્ચ કરાયું તો, ઇશ્વરીયા વિસ્તાર કહેવાતા... ૧૦૮ સીધી ત્યાં પહોંચી ગઇ, આમ આ પ્રકારે મોડું થયાનું પ્રાથમિક રીપોર્ટ જણાય છે.

કલેકટરે નિર્દેશ આપેલ કે, આવી રીતે એક સરખા નામવાળા બિલ્ડીંગ લોકેશન હોય ત્યારે આવું બની શકે છે, આથી સિસ્ટમમાં થોડો ફેરફાર પણ જરૂરી છે.

(3:37 pm IST)