Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

ગેરરીતિની વ્યાપક ફરીયાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ તબક્કાની પરીક્ષાનો પ્રારંભ

૩૯ પરીક્ષા માટે ૬૫ ચેકીંગ ટુકડી અને સીસીટીવી દ્વારા થતુ નિરીક્ષણ

રાજકોટ, તા. ૧૦  :. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજથી પ્રથમ તબક્કાનો પ્રારંભ થયો  છે. પ્રથમ તબક્કાની પરીક્ષામાં કુલ ૩૯ પરીક્ષામાં ૫૫૫૧૮ વિદ્યાર્થીઓ મહત્વની પરીક્ષા આપી રહ્યા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ તબક્કાની પરીક્ષામાં બીએ સેમ. ૫ માં ૧૦૭૭૯, બીબીએ સેમ. ૫ ૩૦૦૮, બીસીએ સેમ. ૫ મા ૨૯૨૦ તેમજ બી.કોમ. સેમ.માં ૧૯૭૨૬ બીએસસી સેમ. ૫મા ૬૩૫૦, એલએલબી સેમ. ૩ મા ૨૦૩૧, એલએલબી સેમ. ૫ મા ૧૬૫૫ મુખ્ય વિદ્યાર્થીઓ નોંધાયા છે.  અન્ય વિવિધ વિદ્યાશાખાની ૩૯ મળી કુલ ૫૫૫૧૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ તબક્કાની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા ૬૫થી વધુ ચેકીંગ સ્કવોડ બનાવવામાં આવી છે તેમજ પરીક્ષા કેન્દ્રો ઉપર સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ તબક્કાની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા ઓનલાઈન મોનીટરીંગ કરવામાં આવ્યુ હતુ છતા અનેક કેન્દ્રોમાં ગેરરીતિની ફરીયાદો ઉઠી છે. યુનિવર્સિટીના કુલપતિ પેથાણી અને કુલનાયક દેશાણી પરીક્ષા કેન્દ્રોના બદલે કંટ્રોલ રૂમમાં બેસીને નજર રાખશે.

(3:37 pm IST)
  • જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ access_time 3:51 pm IST

  • સુરતમાં મંદીનો માહોલ : કારીગરો વતન ભણી : દિવાળી વેકેશન પહેલા જ હિરા ઘસુઓએ વતનની વાટ પકડી access_time 6:18 pm IST

  • ઈજાગ્રસ્ત ઝિંગન બાંગ્લાદેશ વિશ્વકપ ક્વાલિફાયર મેચથી બહાર :ભારતીય ફૂટબોલ ટીમના ડિફેન્ડર સંદદેશ ઝિંગન ઇજા થવાના કારણે 15મી ઓક્ટોબરથી બાંગ્લાદેશ વિરુદ્ધ ફિફા વિશ્વકપ ક્વાલિફાયર મુકાબલાથી બહાર થયો : ઝિંગનને નોર્થઇસ્ટ યુનાઇટેડ એફસીના વિરુદ્ધ રમાયેલ મૈત્રી મેચમાં ઇજા થઇ હતી access_time 1:22 am IST