Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

LIC નાણાકિય રીતે સધ્ધર જ છેઃ વોટસએપ- સોશયલ મીડીયામાં તત્વો ખોટા સમાચારો ફેલાવે છે

તમામ વિમાધારકોના પૈસા સુરક્ષિત છેઃ ૩૧ લાખ ૧૨ હજાર કરોડથી હયાત સંપતિ

રાજકોટ,તા.૧૦: એલઆઇસી રાજકોટની યાદી મુજબ છેલ્લા કેટલાક દિવસોથી અમુક અસંતુષ્ટ તત્વો વોટસએપ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોમ પર ઓનલાઇન વિશે ખોટી માહિતી અને દૂષિત અફવાઓ ફેલાવી રહ્યા છે. આ તત્વો ખોટા સમાચારો દ્વારા એલઆઇસી ફાઇનાન્સિયલ હેલ્થ વિશે ખોટી રીતે અનુમાન લગાવે છે. અને એલઆઇસી બ્રાન્ડની છબીને નબળી દર્શાવવાનો પ્રયાસ કરે છે. અને પોલીસીધારકોના મનમાં ગભરાટ પેદા કરે છે.

એલઆઇસી વીમા કંપની નુકસાનમાં ચાલી રહી હોવાના સોશિયલ મીડિયામાં વાઇરલ મેસેજ વિષે ખુલાસો કરતાં એલઆઇસીએ આવા નકલી સમાચારને રદિયો આપ્યો છે. અને આવા મેસેજને ખોટો અને અફવા ફેલાવતો હોવાની સ્પષ્ટતા કરી છે.

એલઆઇસી આવી ખોટી અફવાઓને નકારી કાઢે છે. અને તેના પોલિસી ધારકોને તેના નાણાંકીય આરોગ્ય વિશે ખાતરી આપવા માંગે છે અને આવા ભ્રામક સમાચાર અંગે ધ્યાન ન લેવાની વિનંતી કરે છે એલઆઇસીમાં તમામ વિમાધારકોના પૈસા સંપૂર્ણ રીતે સુરક્ષિત અને સલામત છે. એલઆઇસી પાસે ૩૧ લાખ ૧૨ હજાર કરોડની સંપતિ માર્ચ ૨૦૧૯ના અંતે નોંધાયેલ છે. હકીકતમાં, એલઆઇસીએ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે તેના પોલિસી ધારકોને ૫૦૦૦૦ કોરડથી વધુની રકમનો સર્ર્વોચ્ચ બોનસ દર જાહેર કર્યો છે. ઓગસ્જ્ઞ ૨૦૧૯ માસાંતે એલઆઇસીનો બજાર હિસ્સો પોલિસી સંખ્યા હેઠળ ૭૨.૮૪% અને ફર્સ્ટચર પ્રીમીયમ માર્કેટનો હિસ્સો ૩૧-૦૩-૨૦૧૯ના રોજ ૬૬.૨૪% હતો. જે વધીને ૩૧ ઓગસ્જ્ઞ ૨૦૧૯ સુધીમાં ૭૩.૦૬% થયો છે.

(11:47 am IST)