Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

ઘી કાંટા રોડ પરની દુકાનની હરરાજી સામે મ્યુ. કમિશ્નરને લીગલ નોટીસ

ર૦૧૪ માં કોર્પોરેશને હરરાજીમાં વેચેલી દુકાન ફરીથી હરરાજીમાં મુકાતા હાલના માલીક કુમારભાઇ પાઉંએ નોટીસ મોકલાવી

રાજકોટ, તા., ૧૦: શહેરનાં ઘી કાંટા રોડ ઉપરની દુકાનની હરરાજી સામે વાંધો દર્શાવી અને આ બાબતે મ્યુ. કમિશ્નરને લીગલ નોટીસ ફટકારવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે.

આ અંગે આ દુકાનનાં વર્તમાન માલીક કુમારભાઇ પાંઉએ એક યાદીમાં જણાવ્યું હતું કે તેઓએ ર૦૧૪ માં ઘી કાંટા રોડ ઉપરની આ વિવાદાસ્પદ દુકાન કોર્પોરેશન પાસેથી હરરાજીમાં ખરીદી હતી. ત્યાર બાદથી આ દુકાન બાબતે કાનુની લડત ચાલુ છે. આમ છતાં આ દુકાનની આવતીકાલે તા.૧૧ના હરરાજી રાખવામાં આવી છે.

આથી આ બાબતે અમારા એડવોકેટ મહર્ષીભાઇ પંડયા મારફત મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીને લીગલ નોટીસ આપવામાં આવી છે. જેમાં કાનુની પગલાની ચેતવણી ઉચ્ચારી છે.

દુકાનની હરરાજીથઇ શકે : ટેકસ ઓફીસર

ઘી કાંટા રોડ પરની વિવાદાસ્પદ દુકાન અંગે મ્યુ. કમિશ્નરને ફટકારાયેલી નોટીસ અંગે ટેકસ ઓફીસર (સેન્ટ્રલ ઝોન) શ્રી ગામેતીએ સ્પષ્ટ કર્યુ હતું કે દુકાન અંગે કાનુની વિવાદ ચાલે છે તે બરાબર છે. પરંતુ સ્ટે નહી હોવાથી આ દુકાનનો ચડત વેરો વસુલવા આ દુકાનની બીપીએમસી એકટ હેઠળ હરરાજી થઇ શકે.

(4:15 pm IST)