Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

કોર્પોરેશન 'પાર્ટી પ્લોટ' બનાવી ભાડે આપશે

ત્રણેય ઝોનમાં ૧-૧ પાર્ટી પ્લોટની સુવિધા ઉપલબ્ધ બનાવાશેઃ મહાનુભાવોની પ્રતિમાઓને લાઇટીંગ કરાશેઃ કોઠારીયામાં ઓડીટોરીયમઃ મેયર બીનાબેન, સ્ટે.ચેરમેન ઉદયભાઇ સહિતનો પદાધિકારીઓ કાલે બજેટની 'રિવ્યુ' બેઠકમાં લેશે વિકાસનાં નિર્ણયો

રાજકોટ તા. ૧૦ :.. મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ પાર્ટી પ્લોટ બનાવવામાં આવનાર છે. આ બાબતનો નિર્ણય આવતીકાલે મળનાર બજેટની રિવ્યુ બેઠકમાં લેવાશે.

આ અંગે મેયર બીનાબેન આચાર્ય ત્થા સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઇ કાનગડે સંયુકત નિવેદનમાં જણાવ્યુ હતું કે 'ચાલુ નાણાકીય વર્ષનાં બજેટમાં શહેરનાં ત્રણેય ઝોનમાં ૧-૧ પાર્ટી પ્લોટની સુવિધા ઉપલબ્ધ' બનાવવાની બજેટ જોગવાઇ કરી છે. તેનો અમલ આગામી ટૂંક સમયમાં જ શહેરનાં ત્રણેય ઝોનમાં એક-એક પાર્ટી પ્લોટ બનાવી ભાડે આપવા અંગે આવતીકાલે યોજાનાર બજેટની રિવ્યુ બેઠકમાં નિર્ણય લઇ તાત્કાલીક કામ શરૂ કરાવી દેવાશે.

આ ઉપરાંત આ રિવ્યુ બેઠકમાં કોઠારીયા રોડ વિસ્તારમાં ઓડીટોરીયમ બનાવવા ત્થા કોમ્યુનીટી હોલ બનાવવા ત્થા શહેરમાં આવેલ વિવિધ પ્રતિમાઓને સ્પોટ લાઇટથી શણગારવા, નવા સ્વીમીંગ પુલ, સહિતની બજેટ જોગવાઇઓનો અમલ કરાવવા ચર્ચા વિચારણા થશે.

(3:56 pm IST)