Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

સીટી બસના ડ્રાઇવર ગાંધીગ્રામના મજીદભાઇ બેલીમની જિંદગીની સફરનો અકાળે અંતઃ પરિવારમાં માતમ

ત્રિકોણબાગ બસ સ્ટોપ ખાતે હતાં ત્યારે ચક્કર આવ્યાઃ હોસ્પિટલે ખસેડાયા પણ મોડુ થઇ ગયું

રાજકોટ તા. ૧૦: ગાંધીગ્રામ ધરમનગર આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં અને સીટી બસમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતાં મજીદભાઇ ઇબ્રાહીમભાઇ બેલીમ (ઉ.૫૫) સાંજે ત્રિકોણબાગ બસ સ્ટોપ પાસે હતાં ત્યારે અચાનક આંખે અંધારા આવતાં અને ચક્કર આવતાં ૧૦૮ બોલાવી સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત  નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ પટેલ અને દિપસિંહ ચોૈહાણે જાણ કરતાં એ-ડિવીઝનના હેડકોન્સ. રાજેશભાઇ સોલંકીએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર મજીદભાઇ ત્રણ ભાઇ અને બે બહેનમાં વચેટ હતાં અને સંતાનમાં એક પુત્રી તથા બે પુત્ર છે. તેઓ સીટી બસ ચાલુ થઇ ત્યારથી ડ્રાઇવર તરીકે નોકરી કરતાં હતાં અને રતનપર રૂટ પર ચાલતાં હતાં. પરિવારના મોભીના મોતથી સ્વજનોમાં માતમ છવાઇ ગયો હતો.

(3:43 pm IST)