Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

ખોડિયારનગરમાંથી રમેશ સોરાણી વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયો

તેના ભાઇ કાનજીનું નામ ખુલ્યું: હેડકોન્સ. ફિરોઝભાઇ શેખ, કોન્સ. યોગેન્દ્રસિંહ અને અમિતભાઇની બાતમી પરથી પીએસઆઇ મહાવીરસિંહ બી. જાડેજાની ટીમનો દરોડો

રાજકોટઃ ક્રાઇમ બ્રાંચે આજી વસાહત ખોડિયારનગર-૯માંથી રમેશ લઘરાભાઇ સોરાણી (કોળી) (ઉ.૩૪) નામના રિક્ષાચાલકને તેના ઘરમાંથી રૂ. ૩૦૫૪૦ના ૯૩ બોટલ દારૂ સાથે પકડી લીધો છે. આ દારૂ મામલે રમેશના ભાઇ કાનજી લઘરાભાઇ સોરાણીનું પણ નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ એચ. સરવૈયા તથા પી.આઇ. એચ.એમ. ગઢવીની સુચના મુજબ પીએસઆઇ મહાવીરસિંહ બી. જાડેજા, એએસઆઇ જયદિપસિંહ આર. રાણા, હેડકોન્સ. ફિરોઝભાઇ શેખ, હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, ચેતનસિંહ ચુડાસમા, યોગેન્દ્રસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા, અમિતભાઇ ટુંડીયા પેટ્રોલીંગમાં હતાં ત્યારે ફિરોઝભાઇ શેખ, યોગીરાજસિંહ જાડેજા અને અમિતભાઇની બાતમી પરથી આ દરોડો પાડવામાં આવ્યો હતો. નવરાત્રીના આગલા દિવસે પ્રોહીબીશન ડ્રાઇવ અંતર્ગત આ કામગીરી થઇ હતી. જ્યારે ગાંધીગ્રામ પોલીસ, તાલુકા પોલીસ, યુનિવર્સિટી પોલીસ, માલવીયાનગર પોલીસ અને એ-ડિવીઝન પોલીસે દેશી દારૂના કેસ કર્યા હતાં.

(3:43 pm IST)