Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

સીકકાના વી.એસ.એન્ટરપ્રાઇઝ વાળા પિતા-પુત્ર વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ

કોટક મહિન્દ્રા બેંક સાથે લાખોની ઠગાઇ કરવા અંગે

રાજકોટ તા.૧૦: રાજકોટના યાજ્ઞીક રોડ પર આવેલી કોટક મહીન્દ્રા બેન્ક સાથે જામનગર પંથકના સીક્કા ગામના વી.એસ. એન્ટરપ્રાઇઝ વાળા બાપ-દિકરા જેમ કે અનિરૂધ્ધસિંહ અલાદુભા ચુડાસમા તથા તેમના ત્રણ દિકરાઓ, જશવંતસિંહ, વનરાજસિંહ અને સંજયસિંહ દ્વારા રૂ.૬૬૦૦૬૫૩ ની ઠગાઇ દ્વારા કરવામાં આવતા કોટક મહીન્દ્રા બેન્કની લીગલ ડીપાર્ટમેન્ટના જવાબદાર અધીકારીશ્રી દુર્લભસિંહ દલપતસિંહ રાઠોડ દ્વારા પોલીસ ફરીયાદ કરતા ઠગાઇના કામમા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયેલ છે.

આ કેસની વિગત એવી છે કે સીક્કા ગામના વી.એસ.એન્ટરપ્રાઇઝ વાળા ચુડાસમા ગૃપના અનિરૂધ્ધસિંહ, જશવંતસિંહ, વનરાજસિંહ તથા સંજયસિંહ ચુડાસમા દ્વારા રાજકોટની કોટક મહીન્દ્રા બેન્કમાંથી (વાહનો અશોક લેલન્ડ-૩૫૧૬) માટે લોન લેવામાં આવેલ હતી. ત્યારબાદ છેલ્લા એક વર્ષ જેટલા સમયથી તેમના તરફથી લોન અંગેના હપ્તા ભરવામાં આવતા ન હોવાથી બેન્ક દ્વારા તેમના વિરૂધ્ધ કાયદેસર કાયસ્વાહી કરવાની શરૂ કરવામાં આવેલ હતી. પરંતુ તેમ છતા આ કામે ઉપરોકત ડીફોલ્ટરો દ્વારા બેન્કના રૂપિયા ભરવામાં આવેલ ન હતા. તેથી રાજકોટની કોટક મહીન્દ્રા બેન્ક દ્વારા ઉપરોકત ડીફોલ્ટરો વિરૂધ્ધ રાજકોટ પોલીસમાં રૂ.૬૬૦૦૬૫૩ જેટલી ખુબ મોટી રકમની છેતરપીંડી અંગેની ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે.

રાજકોટ પોલીસ દ્વારા પણ આટલી મોટી રકમની છેતરપીંડી અંગે ગંભીરતા લઇને ત્હોમતદારો વિરૂધ્ધ તપાસની કાર્યવાહી ચાલુ કરેલ છે.

(3:42 pm IST)